39 પત્નીવાળો વ્યક્તિ મોત બાદ જીવતો થઈ ગયો? અંતિમ સંસ્કાર પહેલા પરિવારે કહ્યું-ધબકારા ચાલે છે
જિઓનાનો દાવો હતો કે તેમનો પરિવાર દુનિયાનો સૌથી મોટો પરિવાર છે.
World Biggest Family : દુનિયાના સૌથી મોટા પરિવારના મુખિયા જિઓના ચાનાનું 13 જૂનના રોજ નિધન થયું. તેઓ તેમની પાછળ એક મોટો પરિવાર છોડીને ગયા છે. જેમાં 39 પત્નીઓ, 89 બાળકો ઉપરાંત તેમની પુત્રવધુઓ અને પૌત્ર-પૌત્રીઓ સામેલ છે. 76 વર્ષના જિઓના ચાના મિઝોરમની રાજધાની આઈઝોલ પાસે બખ્તવાંગ ગામમાં રહેતા હતા. જિઓનાનો દાવો હતો કે તેમનો પરિવાર દુનિયાનો સૌથી મોટો પરિવાર છે.
શું હજુ પણ જીવિત છે જિઓના ચાના?
જો કે હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરાયા છતાં પરિવારનું માનવું છે કે જિઓનાના ધબકારા હજુ પણ ચાલે છે અને તેમનું શરીર ગરમ છે. આથી અંતિમ સંસ્કાર અટકાવવામાં આવ્યા છે.
39 પત્નીઓ, 89 બાળકો, 14 વહુ, અને 33 પૌત્ર પૌત્રીઓ
મિઝોરમના બખ્તવાંગ ગામમાં જિઓના ચાના 39 પત્નીઓ, 89 બાળકો, 14 પુત્રવધુઓ, અને 33 પૌત્ર પૌત્રીઓ સાથે એક 100 રૂમના મોટા ઘરમાં રહેતા હતા. તેમનું ગામ આ પરિવારના કારણે વિસ્તારમાં પર્યટકોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. જિઓનાના પરિવારની મહિલાઓ ખેતી પણ કરે છે. જિઓના વ્યવસાયે કારપેન્ટર હતા.
એક જ ઘરમાં રહે છે પરિવાર
ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ જિઓના ચાનાની પત્નીઓ, બાળકો અને તેમના પણ બાળકો બધા એક જ ઈમારતમાં અલગ અલગ રૂમમાં રહે છે. પરંતુ બધાનું ખાવાનું એક જ રસોડે તૈયાર થાય છે. પત્નીઓ વારાફરતી રસોઈ બનાવે છે.
પરિવારનો ખર્ચ ખુબ વધારે
જિઓના ચાનાના પરિવારનો ખર્ચ કોઈ પણ સામાન્ય પરિવાર કરતા અનેકગણો વધારે છે. એક સામાન્ય પરિવારમાં જેટલું રાશન 2થી 3 મહિના ચાલે એટલું તો આ પરિવાર માટે તેમને દરરોજ જરૂર પડે છે. એક દિવસમાં 45 કિલોથી વધુ ચોખા, 30થી 40 મરઘીઓ, 25 કિલો દાળ, ડઝનો જેટલા ઈંડા, 60 કિલો શાકભાજીની જરૂર પડે છે. પરિવારમાં લગભગ 20 કિલો ફળની પણ રોજ જરૂર પડે છે.
17 વર્ષની ઉંમરે પહેલા લગ્ન
જિઓનાની 17 વર્ષની ઉંમરે પહેલા લગ્ન થયા હતા. તેમની પહેલી પત્ની તે સમયે તેમના કરતા ઉંમરમાં 3 વર્ષ મોટી હતી. જિઓના એક સ્થાનિક ખ્રિસ્તિ સંપ્રદાયના પ્રમુખ હતા, જેમને 'ચાના' કહેવાય છે. જિઓનાની સૌથી મોટી પત્ની મુખિયાની ભૂમિકા ભજવે છે અને ઘરના તમામ સભ્યોના કામની વહેંચણી કરવાની સાથે જ કામકાજ ઉપર દેખરેખ પણ રાખે છે.
જિઓનાનું 13 જૂનના રોજ થયું નિધન
જિઓનાના નિધનથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. તેમનો પરિવાર મિઝોરમમાં ખુબસુરત પહાડીઓ વચ્ચે બકટાવંગ ગામમાં 4 માળની ઈમારતમાં રહે ચે. જેમાં 100 રૂમ છે.
Trending Photos