PHOTOs: આ છે દુનિયાની સૌથી ફાસ્ટ કાર, 5, 15 કે 25 કરોડ નહીં, કિંમત જાણીને ઉંડી જશે હોંશ, 482kmph છે ટોપ સ્પીડ
Bugatti Chiron Super Sport 300+: શું તમે વિચાર્યું છે કે દુનિયાની સૌથી ફાસ્ટ કાર કઈ છે અને તે કેટલી ફાસ્ટ ઝડપથી દોડી શકે છે? જો વિચાર્યું છે પરંતુ જાણતા નથી, તો આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સાથે, તમને કારની તસવીરો પણ દેખાડીશું.
દુનિયાની સૌથી ફાસ્ટ દોડનાર કાર Bugatti Chiron Super Sport 300+ છે, તેમાં 7993cc, Quad Turbocharged, W16, DOHC પેટ્રોલ એન્જિન મળે છે.
તેમાં 7-સ્પીડ ડીએસજી ડુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળે છે, Bugatti Chiron Super Sport 300+ ની ટોપ સ્પીડ 490.4847kmph (304.773mph) ની છે.
તેમણે 2019માં આ સ્પીડને ટચ કરીને આખી દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધી હતી. જોકે, Bugatti પોતાની સુપર સ્પોર્ટ કારો માટે જાણીતી કંપની છે.
આ કારને માત્ર 30 યુનિટ તૈયાર કરવામાં આવ્યા છે અને તમામ 30 યુનિટ વેચાઈ ચૂક્યા છે. કારને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે પહેલી નજરમાં જ કોઈ આ કારથી લલચાઈ શકે છે. તેની કિંમત 4 મિલિયન ડોલરની આસપાસ રાખવામાં આવી હતી, જે ભારતીય કરન્સીમાં લગભગ 32 કરોડ રૂપિયાથી વધુ થાય છે. જો કોઈ આ કારને ભારતમાં લાવે છે, તો તેની કીંમત તેનાથી પણ વધુ હશે.
Trending Photos