બે દેશો વચ્ચે હાથીઓથી હડકંપ! પડોશી દેશને પાઠ ભણાવવા રાષ્ટ્રપતિએ મોકલ્યાં 20 હજાર હાથી

Botswana Gifts Elephants To Germany: બોત્સ્વાના રાષ્ટ્રપતિ 20,000 હાથીઓને જર્મની મોકલવાની ધમકી આપી રહ્યા છે. આ બધુ જંગલો અને જાનવરોને બચાવવાની અલગ અલગ રીતો, પ્રક્રિયાઓને લઈને જર્મની અને બોત્સ્વાના વચ્ચે ચાલતા ભારે વિખવાદને પગલે થઈ રહ્યું છે. જર્મનીમાં શિકારથા મળનારા પ્રાણીઓના શરીરની આયાતને ઓછી કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. 
 

આ દેશમાં સતત વધી રહી છે હાથીઓની સંખ્યાઃ

1/7
image

આનાથી નારાજ રાષ્ટ્રપતિ મોકગ્વેત્સી માસીસી કહે છે કે જર્મનીના લોકોએ હાથીઓની વચ્ચે રહેવું જોઈએ અને પોતે જોવું જોઈએ કે જંગલી પ્રાણીઓની સંખ્યામાં વધારો કેટલી મોટી સમસ્યા છે. તેમણે દાવો કર્યો છે કે તેમના દેશમાં રખડતા હાથીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે હવે તે એક રોગ બની ગયો છે.

 

જર્મનીને પાઠ ભણાવ્યો

2/7
image

આ વર્ષની શરૂઆતમાં, જર્મની, યુરોપિયન યુનિયનમાં શિકારમાંથી પ્રાણીઓના ભાગોના સૌથી મોટા આયાતકાર તરીકે, શિકાર અંગેની ચિંતાઓને કારણે આ આયાત પર વધુ પ્રતિબંધોની શક્યતા ઊભી કરી હતી.

 

બોત્સ્વાનામાં થાય છે હાથીઓનો શિકાર

3/7
image

રાષ્ટ્રપતિ માસીસીએ જર્મન અખબાર 'બિલ્ડ'ને કહ્યું કે શિકાર એ હાથીઓની વસ્તીને નિયંત્રિત કરવાનો એક મહત્વપૂર્ણ માર્ગ છે. તેમણે કહ્યું કે બોત્સ્વાના હાથીઓની વધુ પડતી વસ્તીની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યું છે.

 

બોત્સ્વાના બિલકુલ ખુશ નથી

4/7
image

જર્મનીના પર્યાવરણ પ્રધાન સ્ટેફી લેમ્કેએ શિકારમાંથી મેળવેલા પ્રાણીઓના ભાગોની આયાત પર કડક નિયંત્રણોનો પ્રસ્તાવ મૂક્યો હતો. બોત્સ્વાના આનાથી બિલકુલ ખુશ નથી. ત્યાં હાથીઓની સંખ્યા 1 લાખ 30 હજારની આસપાસ પહોંચી ગઈ છે. રાષ્ટ્રપતિ મસીસી આ સમસ્યાને એક રોગ માને છે અને તેને ઘટાડવા માટે તેમણે અંગોલા અને 500 હાથીઓને મોઝામ્બિક મોકલ્યા છે.

 

રાષ્ટ્રપતિએ કર્યો વાક પ્રહાર

5/7
image

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, જર્મનીમાં બેસીને બોત્સ્વાના વિશે વાતો કરવી આસાન છે, અહીં આવીને જુઓ અને હાથીઓની વચ્ચે રહીને બચાવો. અમે આ પ્રાણીઓને દુનિયા માટે અને લેમકેની પાર્ટી માટે પણ બચાવવાની કિંમત ચૂકવી રહ્યા છીએ. "આ કોઈ મજાક નથી," પ્રમુખ મસીસીએ અખબારને કહ્યું.

 

તમારે ભેટ મેળવવી પડશે

6/7
image

તેમનું કહેવું છેકે, એકવાર જર્મનીના લોકોએ હાથીઓની વચ્ચે રહેવું જોઈએ. સંખ્યાબંધ હાથીઓની વચ્ચે સમય પસાર કરવો જોઈએ. પછી તેમને ખબર પડશે કે, હાથીઓની વચ્ચે રહેવું એ કોઈ આસાન કામ નથી.

રાષ્ટ્રપતિએ જણાવ્યા પોતાના નુકસાન

7/7
image

રાષ્ટ્રપતિનું કહેવું છેકે, અહીં એક સાથે સેકડો હાથીઓ રહે છે. હાથીઓના ઝૂંડના ઝૂંડ આવીને સંપત્તિને ભારે નુકસાન પહોંચાડે છે. હાથીઓ અહીં લોકોને કચડીને ચાલ્યા જાય છે. શિકારથી મળેલાં જાનવરોની વસ્તુઓ વેચીને અહીં લોકો ગુજરાન ચલાવે છે. જો એ બધુ બંધ થઈ જશે તો આ દેશની સમસ્યા વધી જશે. અને બોસ્ત્વાનાના લોકો હજુ વધારે ગરીબ થઈ જશે.