આ છે વિશ્વની સૌથી મોંઘી બાઈક્સ, કિંમત જાણી થઈ જશો આશ્ચર્યચકિત
આજે તમને જણાવીએ છે કે દુનિયાની કઈ બાઈક્સ સૌથી વધારે મોંઘી છે.
નવી દિલ્હી: ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં બાઇક્સના પ્રેમીઓની અછત નથી. દર વર્ષે કરોડો બાઇક્સ વેચાય છે. આ બાઇક્સની કિંમત હજારો રૂપિયામાં હોય છે. જો કે, આજે અમે તમને કેટલીક એવી બાઇક્સ વિશે જણાવી રહ્યાં છીએ, જેમની કિંમત લાખો રૂપિયાથી શરૂ થઈને કરોડો રૂપિયા છે. ત્યારે દેશની ધણી સેલેબ્રિટી પાસે પણ બાઇક્સ છે જે તેમના ઘરની શાન છે. આવો જાણીએ એવી જ કેટલીક મોંઘી બાઈક્સ વિશે...
આ છે ભારતની સૌથી મૌંઘી બાઇક્સ
ભારતની સૌથી મૌંઘી બાઇક્સ Ducati Panigale 1299 Superleggera છે. જેની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 1.12 કરોડ રૂપિયા છે. આ બાઇકની માત્ર 500 યૂનિટ્સ પૂરી દુનિયામાં છે. એન્જિનનું વજન એકદમ હળવું છે અને તે ફક્ત 1285 સીસીનું છે.
ડુકાટીની બીજી સૌથી મોંઘી બાઇક
Ducati 1299 Panigale R Final Edition કંપનીની બીજી સૌથી મોંઘી બાઇક છે. તેની એક્સ શોરૂમ કિંમત 59.18 લાખ રૂપિયા છે. તેની પાસે ટાઇટેનિયમ કનેક્ટિંગ રોડ લીગ છે અને પ્રભાવની દ્રષ્ટિએ તે અન્ય બાઇકો કરતા ઘણી સારી છે.
999CCના દમદાર એન્જિનથી લેશ છે આ બાઇક
BMWની HP4 Race બાઇક 999CCના શક્તિશાળી એન્જિનથી સજ્જ છે. તેમાં ડાયનેમિક ટ્રેક્શન કન્ટ્રોલ, એન્જિન બ્રેક અને વાહન નિયંત્રણ સિસ્ટમ છે. તે ખાસ રેસિંગ માટે બનાવવામાં આવ્યું છે. તેના દરેક ગિયર્સ સાથે ગતિ ખૂબ ઝડપથી વધે છે. તેની કિંમત 85 લાખ રૂપિયા છે.
ઓટોમેટિક રીતે હલ થઈ જશે તમામ સ્ક્રેચ
Kawasaki Ninja H2R દુનિયાની સૌથી પસંદગીની બાઇકોમાં ટોપ પર છે. તેની ડિઝાઈન પણ ખુબજ શાનદાર છે. ખાસ વાત એ છે કે, આ બાઇક એવી ટેક્નોલોજીથી સજ્જ છે, જેમાં બાઇક પર પડેલા સ્ક્રેચ ઓટોમેટિક રીતે હલ થઈ જશે. બાઇકની ટોપ સ્પિડ 400kmph છે. આ બાઇકની કિંમત 72 લાખ રૂપિયા છે.
Dodge Tomahawk V10 Superbike
જો તમે ભવિષ્યની બાઇક વિશે વાત કરો છો, તો પછી તે પ્રથમ નંબરે આવવું જોઈએ. આ બાઇક માત્ર 2.5 સેકંડમાં 97 કિ.મી. પ્રતિ કલાકની ગતિ પકડી શકે છે. આ બાઇક આશરે 4 કરોડની છે.
Harley Davidson Cosmic Starship
હાર્લી ડેવિડસન વિશ્વની શ્રેષ્ઠ બાઇક કંપનીમાંની એક છે. આ કંપનીની બાઇક કોસ્મિક સ્ટારશીપની વિશેષતા એ છે કે આ બાઇકમાં વહેતા લાવાની પેઇન્ટિંગ બની છે, આ પેઇન્ટિંગ જેક આર્મસ્ટ્રોંગ દ્વારા બનાવવામાં આવી છે. આ બાઇકની કિંમત આશરે 11 કરોડ છે.
The Yamaha BMS Chopper
BMS Choppe તેની ડિઝાઇન માટે જાણીતું છે. આ બાઇક અમેરિકામાં Rat's Hole Custom Bike Showsની વિજેતા રહી છે. રમકડા જેવી દેખાતી આ બાઈક પ્રીમિયમ છે. ઓટોમેટિક ક્લચ અને સ્માર્ટ ઇલેક્ટ્રોનિક ગ્રિપ શિફ્ટર્સની સાથે, આ બાઇક વાસ્તવિક સોનાથી પણ સજ્જ છે જે તેને વધુ પ્રીમિયમ બનાવે છે. તેની કિંમત આશરે 20 કરોડ છે.
Ecosse ES1 Spirit
આ બાઇક સૌથી ઝડપી બાઇકોમાંથી એક છે. આ બાઇક 370 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાય છે જે F1 કારની બરાબર છે. આ સુપરબાઇકના ફક્ત 10 યુનિટ્સ બનાવવામાં આવ્યા છે, તેથી તેની કિંમત આશરે ₹ 25 કરોડ છે.
1949 E90 AJS Porcupine
આ બાઇકના ડિમાન્ડમાં રેહેવા માટે ઘણા કારણો છે. ઉદાહરણ તરીકે, 1949માં બનેલી આ બાઇકના ફક્ત 4 મોડલ્સ જ બનાવવામાં આવ્યા છે. બ્રિટિશ રેસર લેસ્લી ગ્રેહામે આ મોટરસાયકલથી 1949માં પ્રથમ ગ્રાન્ડ પ્રિકસ મોટરસાયકલ રેસિંગ 500 સીસી વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. આ બાઇકની કિંમત આશરે 50 કરોડ છે.
હરાજીમાં વેચાઇ હતી આ મોંઘી બાઇક
Neiman Marcus આમ તો અમેરિકાના એક લક્ઝરી ડિપાર્ટમેન્ટ સ્ટોર છે જે બાઇક બનાવતા નથી. પરંતુ જ્યારે તેઓ આ બાઇકને હરાજી માટે લઇ ગયા ત્યારે તેની હરાજીની કિંમત આશરે 80 લાખ હતી પરંતુ આ બાઇક 100 ગણા વધારે પૈસા એટલે કે આશરે 80 કરોડમાં વેચાઇ છે.
Trending Photos