Big Record: 6,6,6,6,4 રાશિદ ખાનની થઈ જબરદસ્ત ધોલાઈ, દે ધના ધન...10 બોલમાં 50 રન

Will Jacks Smashed 10 Balls 50 Runs: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રવિવારે 2 મેચ રમાઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સને 9 વિકેટે હરાવ્યું હતું. ટીમ 16 ઓવરમાં 200 રનના ટાર્ગેટને ચેઝ કરનારી IPLની પ્રથમ ટીમ બની ગઈ. ટીમના વિલ જેક્સે 41 બોલમાં સદી ફટકારી હતી, તેણે તેના છેલ્લા 50 રન માત્ર 10 બોલમાં બનાવ્યા હતા. ગુજરાતના રાશિદ ખાને 29 રનની ઓવર નાંખી, આ તેની IPL કરિયરની સૌથી મોંઘી ઓવર હતી. વિરાટ કોહલીએ રન ચેઝમાં 70 રન બનાવ્યા અને તે IPL રન ચેઝમાં 3500થી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો છે.

1. 16 ઓવરમાં 200 રનનો પીછો કરનારી RCB પહેલી ટીમ

1/10
image

અમદાવાદમાં રવિવારે પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 16 ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કર્યો હતો. IPLમાં સૌથી ઓછા બોલમાં 200 કે તેથી વધુ રનનો ટાર્ગેટ ચેઝ થવાનો આ પહેલો કિસ્સો હતો. અગાઉ, MIએ RCB સામે 16.3 ઓવરમાં 200થી વધુ રન બનાવ્યા હતા.

2. રાશિદે પોતાની સૌથી મોંઘી ઓવર ફેંકી

2/10
image

રાશિદ ખાને બીજી ઇનિંગની 16મી ઓવરમાં 29 રન આપ્યા હતા. આ ઓવરમાં વિરાટ કોહલીએ પ્રથમ બોલ પર એક રન બનાવ્યો હતો જ્યારે વિલ જેક્સે 4 છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને 29 રન બનાવ્યા હતા. રાશિદની IPL કરિયરની આ સૌથી મોંઘી ઓવર હતી, આ પહેલાં તેણે 2018માં પંજાબ સામે 27 રન આપ્યા હતા.

3. જેક્સે તેની છેલ્લી ફિફ્ટી 10 બોલમાં ફટકારી હતી

3/10
image

આરસીબી માટે વિલ જેક્સે 41 બોલમાં સદી ફટકારી હતી. તેણે 31 બોલમાં ફિફ્ટી ફટકારી અને પછી છેલ્લા 50 રન માત્ર 10 બોલમાં પૂરા કર્યા. આ દરમિયાન તેણે મોહિત શર્મા અને રાશિદ ખાન સામે છેલ્લા 12 બોલમાં 56 રન બનાવ્યા હતા. જેક્સ પહેલાં 2013માં બેંગલુરુ માટે ક્રિસ ગેલે 17 બોલમાં ફિફ્ટી ફટકાર્યા બાદ તેના છેલ્લા 50 રન 13 બોલમાં બનાવ્યા હતા.  

4. RCBએ ઘરથી દૂર સૌથી મોટા લક્ષ્યનો પીછો કર્યો

4/10
image

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPLમાં બીજી વખત 200થી વધુ રનના લક્ષ્યનો પીછો કર્યો હતો. ટીમે પ્રથમ વખત પોતાના મેદાનની બહાર ટાર્ગેટ એચિવ કર્યો છે. આ પહેલા હૈદરાબાદમાં ટીમે 2023માં 187 રનનો પીછો કર્યો હતો. બેંગલુરુનો સૌથી મોટો પીછો પંજાબ સામે 2010માં ઘરઆંગણે હતો, જ્યારે ટીમે 204 રન બનાવ્યા હતા.

5. 9મી વખત RCB સાથે 150+ રનની ભાગીદારી

5/10
image

RCB તરફથી વિલ જેક્સ અને વિરાટ કોહલીએ 166 રનની ભાગીદારી કરી હતી. ટીમે IPLમાં 9મી વખત 150થી વધુ રનની ભાગીદારી નોંધાવી હતી, જેમાં 8 વાર તો વિરાટ કોહલી જ આ ભાગીદારીમાં છે. RCB પછી, CSKના ખેલાડીઓએ 5 વખત 150 થી વધુ રનની ભાગીદારી કરી છે.

6. સૌથી મોટી ભાગીદારી ગુજરાત સામે થઈ હતી

6/10
image

વિરાટ અને જેક્સ વચ્ચેની ભાગીદારી ગુજરાત સામે કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી હતી. બંનેએ 166 રન ઉમેર્યા હતા. આ વર્ષની શરૂઆતમાં રાજસ્થાનના સંજુ સેમસન અને રિયાન પરાગે 130 રનની પાર્ટનરશીપથી રન બનાવ્યા હતા.

7. કોહલી એવો ભારતીય છે જેણે રન ચેઝમાં સૌથી વધુ 50+નો સ્કોર બનાવ્યો

7/10
image

વિરાટ કોહલીએ ગુજરાત સામે રન ચેઝમાં 70 રનની અણનમ ઇનિંગ રમી હતી. રન ચેઝમાં 50 કે તેથી વધુ રનનો આ તેનો 24મો સ્કોર હતો. તે IPL ચેઝમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર બનાવનાર ભારતીય બન્યો હતો. તેણે શિખર ધવનનો રેકોર્ડ તોડ્યો, જેણે 23 વખત રન ચેઝમાં 50+ રન બનાવ્યા છે.

8. જેક્સે રન ચેઝમાં ત્રીજી સૌથી ઝડપી સદી ફટકારી

8/10
image

વિલ જેક્સે રન ચેઝમાં માત્ર 41 બોલમાં સદી ફટકારી હતી. આઈપીએલમાં બીજી ઈનિંગ દરમિયાન આ ત્રીજી સૌથી ઝડપી સદી હતી. તેના પહેલા યુસુફ પઠાણે 2010માં 37 બોલમાં સદી ફટકારી હતી અને ડેવિડ મિલરે 2013માં 38 બોલમાં સદી ફટકારી હતી.

9. વિરાટે સિઝનમાં 7મી વખત 500 રન બનાવ્યા

9/10
image

વિરાટ કોહલીએ IPLની 17મી સિઝનમાં 500 રનનો આંકડો પાર કરી લીધો છે. તે IPL સિઝનમાં 7 વખત 500 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય બન્યો હતો. તેના સિવાય કેએલ રાહુલે એક સિઝનમાં 5 વખત 500 કે તેથી વધુ રન બનાવ્યા છે. વિદેશી ખેલાડીઓમાં ડેવિડ વોર્નરે પણ 7 વખત 500 પ્લસ રન બનાવ્યા છે.

10. IPL ચેઝમાં વિરાટના નામે સૌથી વધુ રન

10/10
image

વિરાટ કોહલીએ તેની IPL કારકિર્દીના રન ચેઝમાં ગુજરાત સામે રન ચેઝમાં પોતાની ફિફ્ટી સાથે 3500 રનનો આંકડો પાર કર્યો હતો. તે રન ચેઝમાં 3500 થી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો, તેના નામે 3540 રન છે. તેના પછી ડેવિડ વોર્નરે 3284 રન બનાવ્યા છે.