કોણ છે વિદા અને સોફી, જેનો PM મોદીએ કર્યો ઉલ્લેખ? જાણો તેમની કહાણી

જાણો વીરતા ભરેલી તેમની રસપ્રદ કહાણી...

નવી દિલ્હી: ભારતીય સેનાની ડોગ યૂનિટ્સના બે ડોગ્સને આ વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર સેનાધ્યક્ષનું પ્રશંસાપત્ર મળ્યું છે. વિદા અને સોફી નામના કમાન્ડર ડોગ્સને આ ઇનામ જમીનમાં દબાયેલા સુરંગોને નિકાળીને સૈનિકોનો જીવ બચાવવા માટે મળ્યું છે. વિદા સેનાની જમ્મૂ કાશ્મીરમાં તૈનાત એક ડોગ યૂનિટનો સભ્ય છે અને સોફી સ્પેશિયલ ફ્રન્ટિયરફોર્સમાં તૈનાત છે. 

એક્સપ્લોસિવ ડિટેક્શન ડોગ છે વિદા અને સોફી

1/6
image

વિદાએ જમીનમાં દબાઇ ગયેલી બારૂદી સુરંગો અને એક ગ્રેનેડને શોધી કાઢી હતી. તો સોફીએ વિસ્ફોટકના મહત્વપૂર્ણ ભાગોની તલાશ કરી હતી. સોફી એક એક્સપ્લોસિવ ડિટેક્શન ડોગ છે અને પોતાના કામમાં માહિર છે. 

સેના માટે ખૂબ મદદગાર હોય છે ટ્રેઇન ડોગ્સ

2/6
image

સેનામાં ટ્રેઇન ડોગ્સ સૈનિકો માટે ખૂબ મદદગાર હોય છે. તેમને 8 અલગ-અલગ ટ્રેડમાં ટ્રેઇન કરવામાં આવે છે. આ ટ્રેડ આ ડોગ્સની ટ્રેનિંગ શરૂ થતાં પહેલાં જ તેમની કાબલિયતના આધારે નક્કી કરવામાં આવે છે. 

આ વસ્તુઓમાં એક્સપર્ટ છે આ ડોગ

3/6
image

ટ્રેકર, ગાર્ડ, માઇન ડિટેક્શન, એક્સપ્લોસિવ ડિટેક્શન, ઇંફ્રેન્ટ્રી પેટ્રોલ, બચાવ અભિયાન, સર્ચ એન્ડ રેસ્ક્યૂ, લડાકૂ અને નારકોટિક્સ શોધવામાં ડોગ્સ ટ્રેન્ડ છે. 

એક વર્ષમાં 30 વિસ્ફોટકને શોધી કાઢ્યા, બચાવ્યા લોકોના જીવ

4/6
image

ગત એક વર્ષમાં આ ડોગ્સએ 30 વિસ્ફોટકોને શોધીને સૈનિકો અને સામાન્ય લોકોની જીવ બચાવવામાં આવ્યો છે. આ ડોગ્સએ પાંચ આતંકવાદીઓનો પીછો કરી મારવામાં મદદ કરી અને 14 હથિયાર મળી આવ્યા. આ ઉપરાંત બરફમાં દબાયેલા 4 લોકોની શોધખોળ કરી તેમનો જીવ બચાવ્યો. 

કુદરતી આફત વખતે આ ડોગ્સનો કરવામાં આવે છે ઉપયોગ

5/6
image

સેનાના ડોગ્સને ભૂકંપ જેવી કુદરતી આફતમાં નાગરિક વહિવટીતંત્ર પણ બચાવ અને શોધખોળમાં મદદ માટે બોલાવવામાં આવે છે. ભારતીય સેનાની ડોગ યૂનિટ્સની આખી દુનિયામાં વખાણ થાય છે અને મિત્ર દેશોમાં સેનાને ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેન્ડ ડોગ્સની ખૂબ માંગ છે. 

બીજા દેશોની સેનામાં પણ કામ કરી રહ્યા છે ભારતીય ડોગ્સ

6/6
image

બાંગ્લાદેશ, મ્યાંમાર અને કોલંબિયામાં ભારતીય સેના દ્વારા ટ્રેંડ ડોગ્સ કામ કરી રહ્યા છે. સાઉથ આફ્રીકા, નેપાળ, મ્યાંમાર, શ્રીલંકા, બાંગ્લાદેશ, સેશેલ્સ જેવા ઘણા દેશોના ડોગ હેંડલર્સ ભારતમાં ટ્રેનિંગ લે છે.