WHATSAPP ની આ નવી પોલિસી 15 મે પહેલા સ્વીકારી લો, નહીં તો એકાઉન્ટ થઈ જશે બંધ
ઝી બ્યૂરો, અમદાવાદઃ યુઝર્સેની ફરી એકવાર વધી ગઈ છે ચિંતા. વ્હોટ્સએપે ફરી એકવાર યુઝર્સને પોતાની પોલિસી સ્વીકારવા 15 મે સુધીનો સમય આપ્યો. હવે 15 મે પહેલા સ્વીકારવી પડશે વ્હોટ્સેપની વિવાદાસ્પદ પ્રાઈવસી પોલિસી. વ્હોટ્સએપ (WHATSAPP)ની નવી પોલિસીને પગલે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી છે. વ્હોટ્સેપે આ પોલિસી સ્વીકારવા માટે પોતાની તારીખ આગળ વધારી હતી. ત્યારે હવે ફરી એકવાર આ પોલિસી સ્વીકારવા માટે વ્હોટ્સેપે યુઝર્સને 15 મે સુધીનો સમય આપ્યો છે.
ગત વખત વ્હોટ્સેપ (WHATSAPP) એ પોતાની પોલિસી 8 ફેબ્રુઆરી પહેલા સ્વીકારવા તેના યુઝર્સને જણાવ્યું હતું. જો કે પોલિસીને લઈ વિવાદ સર્જાતા તેની તારીખ હવે 15 મે કરી નાખવામાં આવી છે. નોટિફિકેશનમાં કંપનીએ જણાવ્યું છે કે વ્હોટ્સેપ (WHATSAPP)નો યુઝ ચાલુ રાખવા માટે ટર્મ એન્ડ પ્રાઈવસી પોલિસીને 15 મે સુધીમાં સ્વીકારવી પડશે.
નવી પોલિસીને લઈ યુઝર્સને એક મેસેજમાં કહેવામાં આવ્યું છે કે વ્હોટ્સેપ (WHATSAPP) તેના પ્રાઈવેટ ચેટ્સ ફેસબુક સાથે શેર કરશે. આ મેસેજ વાંચ્યા બાદ યુઝર્સ વ્હોટ્સેપ પર રોષે ભરાયા હતા. એટલું જ નહીં ઘણા લોકોએ તો વ્હોટ્સેપ છોડી અન્ય પ્લેટફોર્મ પર શિફ્ટ થઈ ગયા. કંપનીએ આ પોલિસીને પગલે અનેકવાર સ્પષ્ટતા આપવી પડી. જો કે હવે કંપનીએ ફરી એકવાર યુઝર્સ સામે પોતાની પોલિસી સ્વીકારવા માટે નોટિફિકેશન આપી રહ્યાં છે.
વ્હોટ્સેપ (WHATSAPP) એ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે નવી પોલિસી વ્હોટ્સેપ બિઝનેસ પર લાગૂ થાય છે. આથી બિઝનેસ એકાઉન્ટથી ચેટ કરતા યુઝર્સના ડેટાનો ઉપયોગ લેવામાં આવશે. આવું કરવાથી તેઓ સારી રીતે મોનિટાઈઝ અને સર્વિસ આપી શકશે. વ્હોટ્સેપ (WHATSAPP) એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્શનને કારણે પર્સનલ ચેટ નહીં વાંચી શકે. યુઝર્સ નિહાળી શકશે કે તેઓ પર્સનલ એકાઉન્ટથી અથવા બિઝનેસ એકાઉન્ટથી ચેટ કરે છે. આ માટે ચેટને લેબલ કરવામાં આવશે. ભારતમાં સુપ્રીમ કોર્ટે પણ કંપનીના આ મુદ્દે જવાબ માગ્યો છે.
જે યુઝર વ્હોટ્સેપની નવી પોલિસીનો સ્વીકાર નહીં કરે તેઓ કોઈ પણ વ્યક્તિને મેસેજ કરી શકશે નહીં. થોડા દિવસોમાં આ યુઝર્સનું એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવશે. આથી તેના જૂના ચેટ પણ ડિલીટ થઈ જશે. લગભગ 3 મહિના સુધી એકાઉન્ટ ઈનેક્ટિવ રહેતા કંપની એકાઉન્ટ બંધ કરી દેશે.
વ્હોટ્સેપ (WHATSAPP) પોતાની નવી પોલિસીને લઈ ભારે વિવાદમાં રહ્યું છે. તેનું અસર તેના યુઝર્સ બેઝ પર પડી રહ્યું છે. શરૂઆતમાં જ્યારે આ પોલિસીના મેસેજ આવ્યા ત્યારે તો લોકોએ સિગ્નલ અને ટેલીગ્રામ પર શિફ્ટ થવા લાગ્યા હતા. આ વિવાદને કારણે બંને એપ્લીકેશનની લોકપ્રીયતા ખાસી વધી હતી. જાન્યુઆરીમાં આ એપ્લીકેશન પ્લે સ્ટોરમાં સૌથી વધુ વાર ડાઉનલોડ થતી એપ્લીકેશન્સમાંથી એક હતી.
Trending Photos