WhatsApp Update: આ 5 નવા ફીચર્સ બદલી દેશે એપ યૂઝ કરવાનો તમારો અંદાજ, જાણો બધું જ

WhatsApp Features in Latest Update: વોટ્સએપ (WhatsApp) દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્સમાંથી એક છે. તાજેતરમાં જ વોટ્સએપના નવા અપડેટમાં એક ઘણા બધા કમાલના ફીચર્સને જાહેર કરવામાં આવ્યા છે જેના વિશે જાણીને તમામ યૂઝર્સ ખૂબ જ ખુશ છે. આવો આ નવા ફીચર્સ પર એક નજર કરીએ... 
 

ગ્રુપ એડમિનને મળશે આ એક્સ્ટ્રા પાવર

1/5
image

વોટસએપ ગ્રુપના એડમિન્સ હવે ગ્રુપના કોઇપણ મેમ્બર્સના મેસેજને ડિલીટ કરી શકશે. આ પ્રકારે તે મેસેજ ગ્રુપમાં કોઇપણ જોઇ શકશે નહી. 

વોટ્સએપનું 'કમ્યૂનિટીઝ' ફીચર

2/5
image

આ ફીચર વડે યૂઝર્સ પ્લેટફોર્મ પર એક 'કમ્યૂનિટી' બનાવી શકશે. જોકે આ ફીચર્સ અંતગર્ત ઘણા બધા વોટ્સએપ ગ્રુપ્સને એક ગ્રુપમાં સમ્મિલિત કરી શકાશે. 

વોઇસ કોલ્સના મેમ્બર્સ

3/5
image

નવા અપડેટ સાથે એક નવું ફીચર પણ આવ્યું છે કે વોટ્સએપ વોઇસ કોલ્સમાં હવે એકસાથે 32 લોકોને જોડી શકાશે. તમને જણાવી દઇએ કે હાલ કોલ પર પાંચ જ લોકોને એડ કરી શકાય છે. 

ફેસબુકનું આ નવું ફીચર મળશે વોટ્સએપ પર

4/5
image

ફેસબુક અને ઇંસ્ટાગ્રામની માફક હવે વોટ્સએપ યૂઝર્સ એપ પર આવનાર મેસેજ પર ઇમોજી વડે રીએક્ટ કરી શકશે એટલે કે જલદી જ વોટ્સએપ પર ઇમોજી રિએક્શનનું ફીચર આવવાનું છે.

આરામથી શેર કરી શકશો મોટી ફાઇલ્સ

5/5
image

વોટ્સએપ પર હવે તમે 2GB સુધીની સાઇઝની ફાઇલ્સને આરામથી મોકલી શકશો. આ ફીચર્સને યૂઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.