PICS: Imran Khan સહિત આ 6 નેતાઓની વિચિત્ર આદતો જાણશો તો આઘાત લાગી જશે

દુનિયાની તમામ ખ્યાતનામ હસ્તીઓ અવારનવાર નવા ખુલાસા થતા રહે છે. પસંદ, નાપસંદ અને સંબંધો અંગે જ્યારે વાતો સામે આવે છે ત્યારે ખુબ ચર્ચાઓ પણ થાય છે. પરંતુ આજે અમે તમને દુનિયાના શક્તિશાળી નેતાઓ અને રાષ્ટ્રાધ્યક્ષોની અજીબોગરીબ આદતો વિશે જણાવીશું, જેને જાણીને તમને પણ નવાઈ લાગશે. 

વ્લાદિમિર પુતિન

1/6
image

મીડિયા રિપોર્ટ મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને મોડી રાત સુધી કામ કરવું ગમે છે. કામ પૂરું થયા બાદ જ્યારે તેઓ સૂઈ જાય છે ત્યારે બીજા દિવસે બપોરે ઉઠે છે. ત્યારબાદ તેઓ નાશ્તામાં પનીર, દલિયા, કે એક આમલેટ અને ફળોનો જ્યૂસ લે છે. થોડીવાર બાદ તેઓ કોફી પીવે છે અને પછી બે કલાક સ્વીમિંગ કરવા જાય છે. આટલું કર્યા બાદ તો કોઈ પણ વ્યક્તિ થાક અનુભવશે. પરંતુ સ્વિમિંગ બાદ પુતિન વેઈટ લિફ્ટિંગ કરવું પસંદ કરે છે. ત્યારબાદ ગરમ અને ઠંડા પાણીથી શાવર લે છે. આ પુતિનનું ડેઈલી રૂટિન છે જેને તેઓ ફોલો કરે છે. 

એન્જેલા મર્કેલ

2/6
image

જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે પોતાના જીવનના 35 વર્ષ કમ્યુનિસ્ટ પૂર્વ જર્મનીમાં વિતાવ્યા છે. ત્યાં કન્ઝ્યૂમર ગૂડ્સની અછતના કારણે સ્ટોરમાં લાંબી લાઈનો રહેતી હતી. શરૂઆતના દિવસોમાં મર્કેલને પણ લાઈનમાં ઊભા રહેવાથી બચવા માટે ફૂડ પેકેટ્સ સ્ટોર કરવાની આદત હતી. આ આદત આજે પણ એવી જ છે. મર્કેલ આજે પણ ખોરાક જમા કરે છે. તેઓ એવી વસ્તુ ખરીદી લે છે જેની વાસ્તવમાં જરૂર હોતી પણ નથી. 

ઈમરાન ખાન

3/6
image

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને ખાણી પીણીને લઈને એક અજીબોગરીબ આદત છે. ઈમરાન ખાનની બીજી પત્ની રેહમ ખાને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ઈમરાન ખાવા પીવામાં ખુબ બેદરકાર છે. અનેક વાર તો તેઓ નોકરોના ઘરેથી પણ ખાવાનું મંગાવીને ખાઈ લે છે. કેટલીય વાર ખાધા પીધા વગર સૂઈ જાય છે. 

પોપ ફ્રાન્સિસ

4/6
image

કેથેલિક સમુદાયના 266માં પોપ ફ્રાન્સિસને આમ તો ફૂટબોલ મેચ જોવી, આઈસક્રિમ-પિઝા ખાવાનો શોખ છે. પરંતુ તેમને આફ્રીકી ડાન્સ ફોર્મ ટેંગો પણ ખુબ ગમે છે. વર્ષ 2021માં એક ઈન્ટરવ્યૂમાં પોપ ફ્રાન્સિસે જણાવ્યું હતું કે યુવા અવસ્થામાં તેઓ મશહૂર ટેંગો સિંગરના ફેન હતા. અને ટેંગો ડાન્સની પ્રેક્ટિસ પણ કરતા હતા. 

દલાઈ લામા

5/6
image

14માં દલાઈ લાલા તેનઝિન ગ્યાત્સોને લાંબા સમયથી ઘડિયાળના કામ કરવાની રીતમાં ગાઢ રસ છે. એકવાર તો તેમણે ઘડિયાળોના પાર્ટ્સને ખોલીને ફરીથી જોડી દીધા હતા. આ ઉપરાંત તેઓ તે ઘડિયાળનું ખુબ ધ્યાન રાખે છે જે તેમને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ગિફ્ટ કરી હતી. દલાઈ લામા ઓબામાએ આપેલી તે ઘડિયાળ આજે પણ પહેરે છે. 

ક્વિન એલિઝાબેથ-II

6/6
image

અનૌપચારિક શાહી જીવનકથા લેખક બ્રાયન હોયના જણાવ્યાં મુજબ મહારાણી એલિઝાબેથ-II ને ચામાચિડિયામાં રસ છે. તેમણે મહેલના મુખ્ય હોલમાં રહેતા ચામાચિડિયા માટે શાહી સુરક્ષા પણ વધારી દીધી છે. હાઉસ કિપિંગ સ્ટાફને કામ કરતી વખતે ચામાચિડિયાને નુકસાન ન પહોંચાડવાની કડક સૂચના અપાયેલી છે.