ખુબ જ કામની છે આ કેપ્સ્યુલ, ફાયદા જાણીને સ્તબ્ધ થઈ જશો

વધતા પ્રદૂષણ વચ્ચે ચહેરાની ત્વચા ફાટી જવી, સૂકી ત્વચા, અને વાળની સમસ્યા સામાન્ય છે. પંરતુ જો તમારે ગ્લોઈંગ સ્કિન ઈચ્છતા હોવ તો વિટામીન ઈનો ઉપયોગ કરો. વિટામીન ઈનો ઉપયોગ કરવાથી વાળ ચમકદાર અને મુલાયમ બને છે અને સ્કિન ઉપર  પણ નિખાર આવે છે.

વિટામીન ઈને અનેક રીતે ચહેરા અને વાળ માટે પ્રયોગમાં લઈ શકા છે. એન્ટીઓક્સિડેન્ટથી ભરેલા વિટામીન ઈની કેપ્સ્યૂલ સરળતાથી મેડિકલ સ્ટોર પર મળી જાય છે. વિટામીન ઈને બ્યૂટી વિટામીન પણ કહેવાય છે. તો જાણો તેનો ઉપયોગ કરીને કઈ રીતે વાળ અને સ્કિનની સુંદરતા વધારી શકાય. 

ચહેરા માટે

1/6
image

વિટામીન ઈની કેપ્સ્યુલનો ઉપયોગ ચહેરા માટે સરળતાથી કરી શકો છો. વિટામીન ઈ ત્વચાને ડ્રાય થતા બચાવે છે અને ચમકદાર બનાવે છે. રોજ રાતે સૂતા પહેલા બદામ કે નારિયેલ તેલમાં મિક્સ કરીને લગાવો. તમે મોશ્ચરાઈઝર લોશન કે સ્ક્રબમાં પણ મિલાવીને સીધુ ચહેરા કે ગળા પર  લગાવી શકો છો. 

આંખો માટે

2/6
image

આંખોની નીચે કાળા ઘેરા કે પછી થાકેલી આંખો માટે તેનો ઉપયોગ સારો મનાય છે. આ માટે વિટામીન ઈ ઓઈલને સીધુ પોતાની આંખોની નીચે લગાવીને આખી રાત રહેવા દો. તેની અસર ગણતરીના દિવસોમાં જોવા મળશે. 

વાળ માટે

3/6
image

વિટામીન ઈનો ઉપયોગ વાળની ગુણવત્તા વધારવા માટે થાય છે. તેનાથી વાળનો જથ્થો પણ વધે છે. તેનો ઉપયોગ માથામાં લગાવવામાં ઉપયોગમાં લેવાતા તેલમાં નાખીને કરો. વાળ ધોવાના એક દિવસ પહેલા કરો. આ માટે તમે નારિયેળ તેલમાં વિટામીન ઈના તેલને સારી રીતે મિક્સ કરીને વાળમાં લગાવો અને સવારે પછી શેમ્પુ કરી લો. 

હોઠ માટે

4/6
image

વિટામીન ઈનો ઉપયોગ તમે તમારા હોઠ માટે પણ કરી શકો છો. તેનાથી હોઠ મુલાયમ અને ચમકદાર બને છે. વિટામીન ઈની કેપ્સ્યુલથી તેનું લિકવીડ કાઢીને બદામના તેલ કે ગ્લિસરીન સાથે ભેળવી હોઠ પર સૂતા પહેલા લગાવો. તેનાથી હોઠ થોડા જ સમયમાં સોફ્ટ અને ચમકદાર બનશે.

સ્ટ્રેચમાર્કથી છૂટકારો

5/6
image

મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયન સૌથી વધુ સ્ટ્રેચ માર્ક પરેશાન કરે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે વિટામીન ઈની કેપ્સ્યુલમાં બદામ કે નારિયેળનું તેલ ભેળવીને લગાવો. તેનાથી ડાઘા હળવા થશે. 

સ્ક્રબ

6/6
image

વિટામીન ઈનો ઉપયોગ ફેસપેકમાં ભેળવીને કરી શકો છો. કારણ કે ક્યારેક ક્યારેક જ્યારે તમે ફેસપેક લગાવો છો ત્યારે તમારી સ્કિન ખેંચાય છે. આવામાં તમારા ફેસપેકમાં નાખવાથી તમારી ત્વચા ખિલી જશે અને મુલાયમ દેખાશે.