Photos : અનુષ્કાને પ્રપોઝ કરવાને લઈને વિરાટે એક ઈન્ટરવ્યૂમાં કર્યો મોટો ખુલાસો

ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) ની જોડી Virushka ના નામથી ફેમસ છે. આ કપલ પોતાની અંગત જિંદગીથી જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. જોકે હાલ આ જોડી હાલ પોતાના રોમાન્સ સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓને લઈને ચર્ચામાં આવી છે. હાલમાં જ અમેરિકન ટેલિવીઝનના સ્પોર્ટસ રિપોર્ટર ગ્રાહમ બેનસિંગરને આપેલા ઈન્ટરવ્યૂમાં વિરાટે બહુ જ મોટો ખુલાસો કર્યો છે. કોહલીએ જણાવ્યું કે, જ્યારે પહેલીવાર અનુષ્કા શર્માને તેઓ મળ્યા તો નર્વસ થઈ ગયા હતા. 

નવી દિલ્હી :ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) ની જોડી Virushka ના નામથી ફેમસ છે. આ કપલ પોતાની અંગત જિંદગીથી જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. જોકે હાલ આ જોડી હાલ પોતાના રોમાન્સ સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓને લઈને ચર્ચામાં આવી છે. હાલમાં જ અમેરિકન ટેલિવીઝનના સ્પોર્ટસ રિપોર્ટર ગ્રાહમ બેનસિંગરને આપેલા ઈન્ટરવ્યૂમાં વિરાટે બહુ જ મોટો ખુલાસો કર્યો છે. કોહલીએ જણાવ્યું કે, જ્યારે પહેલીવાર અનુષ્કા શર્માને તેઓ મળ્યા તો નર્વસ થઈ ગયા હતા. 

1/6
image

વિરાટે જણાવ્યું કે, અનુષ્કાને પહેલીવાર તેઓ એક શેમ્પૂની એડમાં મળ્યા હતા. તે દરમિયાન એક્ટ્રેસની સામે આવીને તેઓ બહુ જ નર્વસ થઈ ગયા હતા.

2/6
image

વિરાટે જણાવ્યું કે, હું અનુષ્કાને પહેલીવાર શેમ્પૂની એડના શુટિંગમાં મળ્યો હતો. આ શુટિંગ ત્રણ દિવસ સુધી ચાલ્યુ હુતં. મારા મેનેજર બંટીએ મને જણાવ્યું હતું કે, તમારે આ એડ અનુષ્કા શર્મા સાથે કરવાની છે. આ સાંભળીને જ હું નર્વસ થઈ ગયો હતો. ત્યારે મેં મારા મેનેજરને કહ્યું કે, તેઓ પ્રોફેશનલ એક્ટ્રેસ છે. તેની સામે હું કેવી રીતે એક્ટિંગ કરી શકીશ. મારા મેનેજરે મને સમજાવ્યું હતું કે, બધુ બરાબર થઈ જશે. એડની સ્ક્રિપ્ટ મજેદાર છે, તેમ છતા હુ નર્વસ થઈ ગયો હતો.

3/6
image

વિરાટે ઈન્ટરવ્યૂમાં આગળ કહ્યું કે, એડની શુટિંગ દરમિયાન અનુશ્કાએ હીલ પહેરી હતી અને તે મારા કરતા વધુ લાંબી લાગી રહી હતી. મેં મારી હાઈટને લઈને એક જોક કહી હતી, પરંતુ તે સાંભળ્યા બાદ અનુષ્કાને અજીબ લાગ્યું હતુ. હું પહેલા નર્વસ હતો અને અનુષ્કાનુ રિએક્શન જોઈને ટેન્શનમા આવી ગયો હતો.

4/6
image

દિલ્હીના રહેનાર વિરાટે જણાવ્યું કે, એડ ફિલ્મની શુટિંગ ત્રણ દિવસ ચાલી હતી. આ વચ્ચે અમારી વાતચીચ શરૂ થઈ હતી. પછી ધીરે ધીરે બંને મિત્ર બન્યા હતા. 2013માં આ મિત્રતા પ્રેમમાં બદલાઈ અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.

5/6
image

क्रिकेटर ने अपने इंटरव्यू में कहा कि शादी की सभी तैयारियां अनुष्का ने ही संभाली थीं, क्योंकि वह क्रिकेट सीरीज में बिजी थे.

6/6
image

વિરાટ-અનુષ્કાના લગ્ન બહુ જ ગુપ્ત રીતે આયોજિત કરાયા હતા. બંનેના લગ્ન 11 ડિસેમ્બર, 2017ના રોજ ઈટલીના એક મહેલમાં શાનદાર રીતે થયા હતા. જોકે, બાદમાં આ કપલે સંબંધીઓને મુંબઈ અને દિલ્હીમાં રિસેપ્શન આપ્યું હતું.