ફરીદાબાદઃ મહિલાને અડધી રાત્રે પોલીસ સ્ટેશનમાં પટ્ટા વડે નિર્દયતાથી મારતા રહ્યા પોલીસ કર્મચારી, વીડિયો થયો વાયરલ
વીડિયો વાયરલ થયા પછી મહિલા આયોગના સભ્ય રેનુ ભાટિયાએ સંજ્ઞાન લેતા પોલીસ કમિશનર અને ડીજીપીને સમગ્ર ઘટનામાં તપાસ કરવાની અપીલ કરી છે
ફરીદાબાદઃ શહેરમાં પોલીસનો એક શરમજનક ચહેરો બહાર આવ્યો છે. શહેરમાં માણસાઈને નેવે મુકીને નિર્દયી રીતે એક મહિલાને પોલીસ દ્વારા ઢોર માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પોલીસ કર્મચારીઓ એક મહિલાને પોલિસ સ્ટેશનના અંદર જ અત્યંત નિર્દયતાપૂર્વક પટ્ટા વડે મારી રહ્યા છે. આ વીડિયોમાં જે પોલીસ સ્ટેશન છે તે વલ્લભગઢનું આદર્શનગર પોલીસ સ્ટેશન હોવાનું જાણવા મળ્યું છે. મહિલા પોલીસની ગેરહાજરીમાં ચારે બાજુએથી ઘેરી વળીને પુરુષ પોલીસ કર્મચારી દ્વારા માર મારવાનો આ વીડિયો વાયરલ થયા પછી મહિલા આયોગના સભ્ય રેનુ ભાટિયાએ સમગ્ર ઘટનાને સંજ્ઞાન લેતાં પોલીસ કમિશનર અને ડીજીપીને ઘટનાની તપાસ કરવા અપીલ કરી છે.
નિર્દયતાપૂર્વક મારી રહી છે પોલીસ
જે વીડિયો વાયરલ થયો છે તેમાં એક મહિલા વચ્ચે ઊભી છે અને પોલીસ કર્મચારીઓ ચારે તરફથી તેને ઘેરી વળેલા છે. પછી પુછપરછ કરતા-કરતા તેને પટ્ટા વડે અત્યંત નિર્દયી રીતે મારી રહ્યા છે. અન્ય પોલીસ કર્મચારીઓ આ અત્યાચારનો આનંદ લેવાની સાથે-સાથે તેનો વીડિયો પણ ઉતારી રહ્યા છે.
કેટલાક મહિના જૂનો છે વીડિયો
જોકે, આ વીડિયો તાજેતરનો નથી, પરંતુ કેટલાક મહીના જૂનો હોવાનું જાણવા મળ્યું છે. આ વીડિયો વલ્લભગઢના આદર્શનગર પોલીસ સ્ટેશનનો હોવાની પુષ્ટિ થઈ છે.
પોલીસ કર્મચારી ઓળખાઈ ગયા
જોકે, વીડિયો વાયરલ થઈ ગયા પછી તેના અંગે કાર્યવાહી કરી રેહલા એસીપીએ જણાવ્યું કે, આવો અત્યાચાર ગુજારનારા પોલીસ કર્મચારીઓ ઓળખાઈ ગયા છે. વીડિયોની તપાસ કર્યા પછી તેમની સામે કેસ નોંધીને આગળની કાર્યવાહી કરાશે.
ACP જયવીર રાઠીએ જોયો વીડિયો
વલ્લભગઢના ACP જયવીર રાઠીએ સંજ્ઞાન લઈને જણાવ્યું કે, તેમણે આ વીડિયો જોયો છે, જે અત્યંત શરમજનક છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી પીડિત મહિલાની ઓળખ થઈ શખી નથી કે આ સમગ્ર ઘટના શું હતું એ પણ જાણી શકાયું નથી.
મહિલા આયોગે કરી કાર્યવાહીની માગ
જોકે, વીડિયો વાયરલ થઈ ગયા પછી મહિલા આયોગના સભ્ય રેનુ ભાડિયાએ પોલીસ કમિશનર અને ડીજીપીને આ સમગ્ર ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
Trending Photos