Viral: ઝમાઝમ વરસાદમાં વરરાજાને એક હાથમાં છત્રી તો બીજા હાથમાં પકડ્યો દુલ્હનનો હાથ, આ રીતે લીધા ફેરા!

Trending News: જ્યારે પણ વરસાદ કોઈના લગ્નમાં અવરોધ બની જાય છે, ત્યારે વર-કન્યાના પરિવારના સભ્યો ખૂબ પરેશાન થઈ જાય છે. વરસાદને કારણે ઘણી બાબતોમાં વિલંબ થાય છે અને સંબંધીઓ અટવાઈ જાય છે. કાર્યક્રમ પણ મોડો શરૂ થાય છે, પરંતુ વર-કન્યામાં લગ્નની એક્સાઇમેંટ એટલી બધી હોય છે કે તેમને કોઈ મુશ્કેલીથી ફરક પડતો નથી. આવી સ્થિતિમાં કપલ્સ વરસાદમાં ભીંજાઈને પણ લગ્ન માટે તૈયાર થઈ જાય છે.

લગ્નની સિઝનમાં વરસાદનું વિઘ્ન

1/5
image

લગ્નની સિઝન ચાલી રહી છે, આવી સ્થિતિમાં આ દિવસોમાં લગ્ન સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહ્યો છે. વીડિયો જોયા પછી તમે પણ વિચારમાં પડી જશો. આ મામલો મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાનો છે, જ્યાં એક યુગલે પલળતાં સાથે લગ્ન કરી લીધા.

ધોમધાર વરસાદમાં વરરાજા-કન્યાએ લીધા લીધા સાત ફેરા

2/5
image

આ વીડિયોમાં લગ્ન મંડપની ચારે બાજુ પાણી છે. ભારે વરસાદ પડી રહ્યો છે, છતાં વર-કન્યા લગ્ન માટે એટલા ઉત્સુક છે કે ભારે વરસાદમાં પણ બંને બિન્દાસથી સાત ફેરા લેતા જોવા મળે છે.

મોડી રાત સુધી ખાબક્યો ભારે વરસાદ

3/5
image

આ વીડિયો બાલાઘાટ જિલ્લાના કુમ્હારી ગામનો છે. વરરાજા બેન્ડ-બાજા સાથે જાનૈયાને લઇને છોટી કુમ્હારી ગામે પહોંચ્યા હતા, પરંતુ હવામાનનો મિજાજ બદલાતા જ મોડી રાત સુધી વરસાદ પડ્યો હતો.

રાત્રે 12 વાગ્યા સુધી વરરાજા-કન્યાએ લીધા સાત ફેરા

4/5
image

તો બીજી તરફ રાત્રે 12 વાગ્યાની આસપાસ, જ્યારે વર-કન્યાના સાત ફેરા લેવાનો શુભ સમય પસાર થઈ રહ્યો હતો. તેથી જ વરરાજાએ એક હાથમાં છત્રી લીધી અને બીજા હાથમાં કન્યાનો હાથ પકડીને મંડપમાં સાત ફેરા લીધા.

વરસાદ બંધ ન થતાં વરરાજાએ લીધો આ નિર્ણય

5/5
image

જ્યાં કન્યા આગળ ચાલી રહી હતી ત્યાં વરરાજા પાછળ ચાલી રહ્યો છે. બધે પાણી પડતું હતું પણ લગ્ન અટક્યા નહોતા. તે જ સમયે, વર-કન્યાના સાત ફેરાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો.

રિપોર્ટ: આશીષ શ્રીવાસ