PICS આસામ: BJP નેતાને દોડાવી દોડાવીને માર્યા, લોહીલૂહાણ કરી નાખ્યા, CRPFના જવાનોએ માંડ માંડ બચાવ્યાં
અખિલ અસમ વિદ્યાર્થી સંગઠન (AASU)ના કાર્યકર્તાઓએ એક સભામાં વિધ્ન નાખ્યું અને ભાજપ તથા આરએસએસના નેતાઓ વિરુદ્ધ નારેબાજી કરી.
અંજનીલ કશ્યપ, તિનસુકિયા (આસામ): લોકસભામાંથી નાગરિક સંશોધન બિલ 2016 પાસ થયા બાદથી જ આસામમાં સતત આ બિલનો વિરોધ વિદ્યાર્થી સંગઠનો ઉપરાંત અન્ય અરાજનૈતિક દળો કરી રહ્યાં છે. હવે આસામમાં સિટિઝનશીપ એમેડમેન્ટ બિલના વિરોધે હિંસક સ્વરૂપ લેવાનું શરૂ કરી દીધુ છે. આ સંલગ્ન ગુરુવારે તિનસુકિયા જિલ્લા અખિલ અસમ વિદ્યાર્થી સંગઠન (આસૂ) અને આસામ જાતીયતાવાદી યુવા વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ આરએસએસની એક સભામાં વિધ્ન પાડ્યું તથા નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેતાઓ વિરુદ્ધ નારેબાજી કરી. આ દરમિયાન કલા ઝંડા દેખાડતી વખતે માહોલ હિંસક બની ગયો.
આસુ અને આસામ જાતીયતાવાદી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ સભાના સ્થળે પહોંચીને તિનસુકિયા જિલ્લા ભાપ અધ્યક્ષ લખેશ્વર મોરાન પર હુમલો કર્યો અને દોડાવી દોડાવીને મારપીટ કરી લોહીલૂહાણ કરી નાખ્યાં. જો કે પોલીસે તેનસુકિયા જિલ્લા ભાજપ અધ્યક્ષને પ્રદર્શનકારીઓના ચુંગલમાંથી બચાવી લીધા હતાં.
આ દરમિયાન પ્રદર્શનકારીઓની પોલીસ સાથે પણ ઝડપ થઈ. કેન્દ્રીય સુરક્ષા દળના જવાન અને સીઆરપીએફના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ખુબ જદ્દોજહેમત પછી હાલાત કાબુમાં આવી શક્યાં.
અત્રે જણાવવાનું કે તિનસુકિયાના ગુલાબચંદ રવિચંદ્રન નાટ્યમંદિરમાં લોક જાગરણ મંચના સૌજન્યથી આયોજિત આરએસએસની એક સભામાં તેઓ ભાગ લેવા આવ્યાં હતાં.
અનેક આરએસએસના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપર પણ ઉગ્ર પ્રદર્શનકારીઓએ હુમલો કર્યો હતો અને આસામમાં આરએસએસના કાર્યક્રમ નહીં કરવાની કડક ચેતવણી ઉચ્ચારી હતી.
આ બિલનો હાલ સૌથી વધુ વિરોધ ઉપરી આસામના જિલ્લા ગોલાઘાટ, જોરહાટ, સરાયદેવ, સિવસાગર, તિનસુકિયા, ડિબ્રુગઢમાં થઈ રહ્યો છે. અને હવે શાંતિપૂર્ણ નહીં પરંતુ વિરોધે હિંસક સ્વરૂપ પણ ધારણ કરવા માંડ્યું છે.
આસામ સરકાર અને ભાજપના અનેક નેતાઓ ઔપચારિક રીતે એ તર્ક આપે છે કે વિરોધને દબાવવાની કોશિશ જો સરકાર કરશે તો નાગરિકતા સંશોધન બિલનો વિરોધ આસામમાં વધુ પ્રબળ થઈ શકે છે.
ઔપચારિક રીતે આસામ ભાજપના નેતા બિલના વિરોધમાં હિંસક પ્રદર્શન અને વિરોધ પાછળ કોંગ્રેસનું ષડયંત્ર ગણાવી રહ્યાં છે.
નોંધનીય છે કે જો બિલના વિરોધમાં પ્રદર્શનકારીઓનો હિંસક વિરોધ સતત ચાલુ રહ્યો તો આવનારા સમયમાં રાજ્યમાં કાયદો વ્યવસ્થા બગડી શકે છે અને સર્બાનંદ સોનોવાલ નેતૃત્વવાળી એનડીએ સરકાર માટે મુશ્કેલીઓ વધી શકે છે.
અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે આ 8 જાન્યુઆરીના રોજ લોકસભામાં નાગરિકતા સંશોધન બિલને પસાર કર્યું છે અને તે બિલ હજુ રાજ્યસભા પાસે જવાનું બાકી છે.
બિલને લઈને આસામ અને ઉત્તર પૂર્વી રાજ્યોમાં ખુબ વિરોધ થઈ રહ્યો છે. આસામમાં આ બિલનો વિરોધ સૌથી વધુ પ્રબળ જોવા મળી રહ્યો છે. કારણ કે કહેવાય છે કે આસામમાં અનેક વર્ષોથી રહેતા લગભગ 9 લાખ હિન્દુ બાગ્લાદેશી શરણાર્થીઓને નાગરિકતા આપવાથી આસામની સામાજિક, સાંસ્કૃતિ, રાજનીતિક, ભૌગોલિક અને આર્થિક સમીકરણ બદલાઈ શકે છે. તથા કાશ્મીરના વિસ્થાપિત હિન્દુ પંડિતોની જેમ અસમિયા સમાજના લોકો માટે ભયાનક હાલાત પેદા થઈ શકે છે.
Trending Photos