Photos : કોરોનાની મહામારી વચ્ચે CM વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવ સામે શિશ ઝૂકવ્યું

કોરોનાની મહામારી વચ્ચે આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલીબેને સોમનાથ મહાદેવને શિશ ઝૂકવ્યું હતું. મહાદેવના જળાભિષેક સાથે તેઓએ તત્કાલ મહાપૂજા કરી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતને કોરોના મહામારીના સંકટમાંથી બહાર કાઢવા પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી સાથે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ પણ જોડાયા હતા. 

હેમલ ભટ્ટ/સોમનાથ :કોરોનાની મહામારી વચ્ચે આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલીબેને સોમનાથ મહાદેવને શિશ ઝૂકવ્યું હતું. મહાદેવના જળાભિષેક સાથે તેઓએ તત્કાલ મહાપૂજા કરી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતને કોરોના મહામારીના સંકટમાંથી બહાર કાઢવા પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી સાથે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ પણ જોડાયા હતા. 

1/2
image

મુખ્યમંત્રીના દર્શન પહેલા સોમનાથ મંદિરમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. તેમજ કોરોનાને પગલે તકેદારીના તમામ પગલા લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા મુખ્યમંત્રીએ અંબાજી મંદિરમાં પણ દર્શન કર્યા હતા.  

2/2
image

ઉલ્લેખનીય છે કે, સોમનાથ મંદિરની સુરક્ષામાં રહેતા લાઈઝનિંગ પોલીસકર્મીનો કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીની મુલાકાત પહેલા જ પોલીસ કર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો હતો. જેના બાદ સોમનાથ મંદિર સુરક્ષા કર્મીઓ તેમજ સોમનાથ ટ્રસ્ટના કર્મીઓની તબીબી ચકાસણી હાથ ધરાઈ હતી.