એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, 65 કિ.મી.એ ફૂંકાશે પવન, વૈજ્ઞાનિકની આખા ગુજરાતને હચમચાવી દે તેવી આગાહી

Gujart Rainfall Alert: હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુંકે, હાલ ગુજરાતમાં એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે. 

1/9
image

Gujarat Monsoon Alert: અમદાવાદ સહિત રાજ્યના ઓછા વરસાદ વાળા વિસ્તારને લઇ હવામાન વિભાગની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત સાથે હવે આગામી દિવસોમાં મધ્ય ગુજરાતમાં મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ભારે વરસાદ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.   

2/9
image

છેલ્લાં 48 કલાકથી દક્ષિણ ગુજરાતમાં સતત ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. એમાંય વાત કરીએ સુરત શહેરનો તો અહીં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. એકતરફ આકાશથી વરસાદી આફત વરસી રહી છે. તો બીજી તરફ ખાડી ઓવરફ્લો થતાં ખાડીના પાણી પણ રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યાં છે. જેને પગલે હાલ હજારો ઘરો ખાડીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં કમર સમા પાણી ભરાઈ ગયા છે. પાણીમાં ગરકાવ થયેલાં વિસ્તારોમાંથી લોકોને રેસ્ક્યુ કરીને ફાયર વિભાગની ટીમો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવી રહી છે.  

આજે ક્યાં-કયું અલર્ટ?

3/9
image

આજે આણંદમાં ખાસ કિસ્સા તરીકે ભારેથી અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી મોટી ચેતવણી. આજે અમરેલી ભાવનગર અને દ્વારકામાં આજે અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટની ચેતવણી આ ઉપરાંત આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, વડોદરા , નર્મદા ,ભરૂચ, સુરત , વલસાડ, નવસારી , દમણ અને દાદરા નગર હવેલ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ સહીત રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે ખેડા , અમદાવાદ , પંચમહાલ , દાહોદ , મહીસાગર , ડાંગ અને તાપી જિલ્લામાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની ચેતવણી અપાઈ છે. મહેસાણા , બનાસકાંઠા, પાટણ , સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદ સાથે યલો એલર્ટની ચેતવણી અપાઈ છે.

આવતીકાલે ક્યાં-કયું અલર્ટ?

4/9
image

આવતીકાલે સુરત , વલસાડ , નવસારી અને દાદરા નગર હવેલીમાં આવતીકાલે પણ અતિ ભારે વરસાદ સથવા રેડ એલર્ટની ચેતવણી. આવતીકાલે આણંદ , પંચમહાલ , દાહોદ, મહીસાગર , વડોદરા , છોટાઉદેપુર , નર્મદા , ભરૂચ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની ચેતવણી 

5/9
image

હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુંકે, આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી સિસ્ટમ હજુ પણ વધારે સ્ટ્રોંગ બનશે. ખાસ કરીને આગામી 5 દિવસ દરમ્યાન રાજ્યભરમાં ઠંડરસ્ટોર્મની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેશે.

6/9
image

હવામાન વિભાગ દ્વારા વરસાદી સિસ્ટમોને ધ્યાને લઈને અલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં વિશેષ સુચના આપી દેવામાં આવી છે. હાલ માછીમારીઓએ પણ દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.

7/9
image

ગુજરાતમાં એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે વધશે વરસાદની તીવ્રતા. એટલું જ નહીં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ લાવશે આ ત્રણ સિસ્ટમ. હવામાન વિભાગની મહત્ત્વની આગાહી.

8/9
image

હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુંકે, હાલ ગુજરાતમાં એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે. 

9/9
image

હવામાન વૈજ્ઞાનિકે વધુમાં જણાવ્યુંકે, હાલ જે પ્રકારે ગુજરાત પર અલગ અલગ સિસ્ટમો સક્રિય થઈ છે એમાં પવનની ગતિ વધશે. 45 કિ.મી.થી લઈને 65 કિ.મી. સુધી રહેશે પવનની ઝડપ. તેજ રફતારથી ફૂંકાશે પવન.