12 મહિના બાદ શુક્ર ગ્રહ કરશે ગુરૂના ઘરમાં પ્રવેશ, આ 3 જાતકોને મળશે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા
Shukra Planet Transit in Dhanu: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર ગ્રહ ધન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
શુક્રનું ધન રાશિમાં ગોચર
વૈદિક જ્યોતિષ અનુસાર આ વર્ષે દિવાળીનું પર્વ 31 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. તમે જણાવી દઈએ કે દિવાળી બાદ ધન અને વૈભવના દાતા શુક્ર ગ્રહની ચાલમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. મહત્વનું છે કે શુક્ર ગ્રહ ધન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે તે લોકોને ધન, પદ અને વૈભવની પ્રાપ્તિ થઈ શકે છે. આવો જાણીએ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
કન્યા રાશિ
તમારા લોકો માટે શુક્ર ગ્રહનું ગોચર લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યાં છે. તેથી આ દરમિયાન તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે આ સમયે તમને વાહન અને પ્રોપર્ટીનું સુખ પ્રાપ્ત થઈ શકે છે. આ સમયે નોકરી કરનાર જાતકો માટે લાભનો યોગ છે. બેરોજગાર લોકોને સારી નોકરી મળી શકે છે અને લોકોના કરિયર માટે સમય અનુકૂળ છે. સાથે આ દરમિયાન માતા સાથેના સંબંધમાં મધુરતા આવશે. આ સમયે માતાના માધ્યમથી ધનલાભ થઈ શકે છે.
કુંભ રાશિ
શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન કુંભ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી ગોચર કુંડળીના આવક અને લાભ સ્થાન પર સંચરણ કરી રહ્યાં છે. સાથે તમારી પ્રોફેશનલ લાઇફમાં મોટા સકારાત્મક ફેરફાર આવશે અને જે લોકો વિદેશમાં બિઝનેસ કરવા ઈચ્છે છે તેના માટે આ ગોચર કમાણી કરાવનારૂ હશે. આ સમયે રોકાણથી લાભનો યોગ બનશે. સાથે જે લોકો એક્સપોર્ટ અને ઈમ્પોર્ટનો બિઝનેસ કરે છે તેના માટે આ સમય લાભપ્રદ રહેશે.
મિથુન રાશિ
તમારા લોકો માટે શુક્ર ગ્રહનું ગોચર લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી સપ્તમ ભાવ પર સંચરણ કરવા જઈ રહ્યાં છે. તેથી આ દરમિયાન તમારૂ લગ્ન જીવન શાનદાર રહેશે. તમારા જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે. સાથે આ સમયે કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. આ દરમિયાન તમને ભાગીદારીથી વેપારમાં લાભ થઈ શકે છે. સાથે બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે અને કોરોના કરિયર માટે સમય ખુબ અનુકૂળ છે. આ દરમિયાન તમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos