Vastu Tips: પૈસાની તંગી ફટાફટ થશે દૂર! બસ ઘરમાં આ દિશામાં લગાવી લો 'ધન વરસાવતો છોડ'
Money Plant Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટ સંલગ્ન અનેક ઉપાય જણાવવામાં આવ્યા છે. લોકો ઘરમાં પૈસાના આગમન માટે મની પ્લાન્ટ લગાવે છે. એવું કહેવાય છેકે તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહી છે. જાણો કઈ દિશામાં મની પ્લાન્ટ લગાવવો શુભ રહે છે.
વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટનું વિશેષ મહત્વ છે. લોકો ઘરમાં બરકત માટે મની પ્લાન્ટ લગાવે છે. તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. પરંતુ તેને લગાવતી વખતે દિશાનું ધ્યાન રાખવું ખુબ જરૂરી હોય છે.
મની પ્લાન્ટ એટલે ધનનો છોડ ઘરમાં લગાવવો શુભ રહે છે. ઘરોમાં લોકો મની પ્લાન્ટનો છોડ લગાવતા હોય છે. આ છોડને ઘરમાં લગાવવાથી ઘરની રોનક વધી જાય છે. આ સાથે જ ઘરમાં સુખ શાંતિ પણ જળવાઈ રહે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ મની પ્લાન્ટ લગાવવાનો એક નિયમ હોય છે અને વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં રાખેલી ચીજો ત્યારે જ લાભ પહોંચાડે છે જ્યારે તેમને યોગ્ય જગ્યાએ અને યોગ્ય દિશામાં રાખવામાં આવે.
એવી માન્યતા છે કે મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં પૈસાની કમી રહેતી નથી. આ ઉપરાંત ઘરમાં સુખ સમૃદ્ધિ માટે પણ લગાવાયા છે. વાસ્તુ જાણકારો મુજબ જો આ છોડને યોગ્ય દિશામાં લગાવવામાં ન આવે તો તે નકારાત્મક પ્રભાવ છોડે છે. જાણો યોગ્ય રીતે લગાવવાની રીત.
મની પ્લાન્ટને હંમેશા ઘરની દક્ષિણ-પૂર્વ દિશા એટલે કે અગ્નિકોણમાં લગાવવો શુભ મનાય છે. આ દિશાનું પ્રતિનિધિત્વ શુક્ર કરે છે અને દિશાના દેવતા ભગવાન ગણેશ છે. એવું કહે છે કે આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત મની પ્લાન્ટ ઘરના ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે ઈશાન ખુણામાં ભૂલેચૂકે ન લગાવવો જોઈએ.
મની પ્લાન્ટ હંમેશા લીલોતરો હોવો જોઈએ. કારણે એવો પ્લાન્ટ શુભ મનાય છે. આથી પ્લાન્ટમાં જો પાંદડા સૂકાઈ ગયા હોય તો તેને કાઢી નાખવા જોઈએ.
જો તમારા ઘરમાં મની પ્લાન્ટ હોય તો તમે તેને ક્યારેય બહારની વ્યક્તિને સ્પર્શ કરવા ન દો. એવી માન્યતા છે કે બહારની વ્યક્તિ મની પ્લાન્ટને સ્પર્શ કરે તો સુખ સમૃદ્ધિ જતી રહે છે.
એવું કહેવાય છે કે મની પ્લાન્ટના પાંદડાને શુક્રવારે તોડવા જોઈએ નહીં. આ વાત હંમેશા ધ્યાનમાં રાખો કે મની પ્લાન્ટ ક્યારેય કોઈ બીજાને ગિફ્ટમાં ન આપવો જોઈએ. આમ કરવાથી શુક્રદેવ નારાજ થાય છે એવી માન્યતા છે. જેનાથી ઘરમાં સુખ શાંતિ ભંગ થાય છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos