તમારી ઓફિસ કે કામના સ્થળને આ રીતે સજાવો, થઈ જશો માલામાલ!
નવી દિલ્લીઃ કાર્ય સ્થળ વાસ્તુ અનુસાર હોય તો સફળતા મળતી રહે છે. બીજી તરફ જો કાર્યસ્થળ વાસ્તુ અનુસાર ન હોય તો ધંધામાં વિપરીત અસર પડે છે. અમે તમને જણાવીશું વાસ્તુ અનુસાર કામની જગ્યા કેવી રીતે રાખવી, જેથી ધંધામાં નફો થતો રહે.
પશ્ચિમ અથવા દક્ષિણ દિશા
વાસ્તુશાસ્ત્ર અનુસાર, પશ્ચિમ અથવા દક્ષિણ દિશા ખાવા-પીવા માટે સારી છે. આ દિશામાં ખાણી-પીણીનો ધંધો કરવાથી સફળતા મળે છે.
દક્ષિણ-પૂર્વ દિશા
મહિલાઓના વસ્ત્રો સંબંધિત કામ માટે દક્ષિણ-પૂર્વ દિશા સારી છે. આ સિવાય મનોરંજન સંબંધિત કાર્યો માટે ઉત્તર-પૂર્વ દિશા શુભ મનાય છે.
દક્ષિણ-પશ્ચિમમાં બેઠક
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ધંધાની બેઠક વ્યવસ્થા માટે દક્ષિણ-પશ્ચિમ યોગ્ય મનાય છે . જેથી ધંધામાં સફળતા મળે છે.
પૂજા માટે ઉત્તર-પૂર્વ દિશા શ્રેષ્ઠ
ધંધાના સ્થળે પૂજા કરવા માટે ઉત્તર-પૂર્વ દિશા શ્રેષ્ઠ છે. આ સિવાય આ જગ્યા મળવા આવનારાઓ માટે પણ યોગ્ય છે. અહીં દિવાલો પર હળવા રંગોનો ઉપયોગ કરવો જોઈએ.
ઉત્તરથી પૂર્વ સુધીની દિશા
તમે જ્યાં વેપાર કરવા જઈ રહ્યા છો તે સ્થાન દક્ષિણ-પશ્ચિમમાં ન હોવું જોઈએ. આ સાથે કામના સ્થળે ઉત્તર-પશ્ચિમ દિશામાં સામાન તૈયાર કરવો જોઈએ. સાથે ઉત્તરથી પૂર્વ દિશામાં તેને સંપૂર્ણપણે સાફ રાખો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE Media એની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos