સૂતા પહેલા કરી લો આ કામ, ક્યારેય નહીં આવે આર્થિક સંકટ, ઘરમાં થશે દેવી લક્ષ્મીનો વાસ
ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશીઓ માટે વાસ્તુનું વિશેષ મહત્વ છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ધનના દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારના ઉપાય કરવામાં આવે છે, પરંતુ વાસ્તુના કેટલાક નાના ઉપાય કરવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ રહે છે.
પૂજા મંદિરમાં દીવો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર રાત્રે સૂતા પહેલા ઘરના પૂજા મંદિરમાં ઘીનો એક દીવો જરૂર પ્રગટાવો. માન્યતા અનુસાર ઘરમાં દરરોજ સૂતા પહેલા આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને મનોકામના પૂર્ણ કરે છે.
કપૂર સંબંધિત કામ
વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર દરરોજ સૂતા પહેલા થોડો કપૂર સળગાવો અને તેનો ધુમાડો બેડરૂમમાં તેમજ આખા ઘરમાં ફેલાવો. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. અને જ્યારે ઘરમાં સકારાત્મક વાતાવરણ હોય છે, ત્યારે દેવી લક્ષ્મીનો પણ ત્યાં વાસ હોય છે.
દક્ષિણ દિશામાં દીવો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં સૂતા પહેલા દક્ષિણ દિશામાં એક સરસવના તેલનો દીવો પ્રગટાવો. હકીકતમાં આ દિશામાં પિતૃનો વાસ હોય છે. દીપો પ્રગટાવવાથી તે પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
ઘરના મુખ્ય દ્વારને રાખો સાફ
રાત્રે સૂતા પહેલા મુખ્ય દ્વારને સાફ રાખો. ઘરના મુખ્ય દ્વારથી જૂતા-ચપ્પલ હટાવી દો. આ એટલા માટે કારણ કે ઘરના મુખ્ય દ્વારથી ધનના દેવીનો પ્રવેશ થાય છે.
કુબેર દેવને કરો પ્રસન્ન
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનો દરેક ખુણો મહત્વપૂર્ણ છે. વાસ્તુ નિયમ પ્રમાણે રાત્રે સૂતા પહેલા ઘરના ઈશાન ખુણા (ઉત્તર-પૂર્વની દિશા) અને ઉત્તર દિશાને સાફ કરવી જોઈએ. આ દિશામાં કુબેરનો વાસ હોય છે. કુબેર દેવ ધનના દેવતા માનવામાં આવે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
Trending Photos