Vastu Tips: ઘરમાં આ 5 જગ્યાએ ન રાખવા જુતા-ચપ્પલ, રાખવાથી વધશે ઝઘડા અને ગરીબી
Vastu Tips: વાસ્તુશાસ્ત્રના નિયમનું જો પાલન કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. તેવી જ રીતે કેટલીક વસ્તુને લઈને જો વાસ્તુના નિયમનું પાલન ન કરવામાં આવે તો વાસ્તુદોષ લાગે છે અને ઘરમાં રહેતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે. ખાસ કરીને જુતા-ચપ્પલને લઈને આ નિયમ ધ્યાનમાં રાખવો જોઈએ. ઘરની પાંચ જગ્યા એવી છે જ્યાં ભૂલથી પણ જુતા-ચપ્પલ રાખવા નહીં.
બેડરૂમ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના બેડરૂમમાં ક્યારેય જુતા-ચપ્પલ રાખવા નહીં. તેનાથી દાંપત્યજીવનમાં સમસ્યા આવે છે અને પતિ-પત્ની વચ્ચે ઝઘડા વધે છે.
તુલસી પાસે
તુલસી પૂજનીય છોડ છે. તુલસીનો છોડ હોય તેની આસપાસ પણ જુતા-ચપ્પલ રાખવા નહીં. જો તુલસી પાસે જુતા રાખવામાં આવે તો આર્થિક તંગી વધે છે.
રસોડું
હિન્દુ ધર્મમાં અગ્નિ અને અન્ન બંનેને પૂજનીય માનવામાં આવે છે. આ બંનેનું સ્થાન ઘરનું રસોડું હોય છે. ઘરના રસોડામાં પણ જુતા-ચપ્પલ રાખવા નહીં અને પહેરવા પણ નહીં. આમ કરવાથી અશુભ પરિણામ ભોગવવા પડે છે.
ઈશાન ખૂણો
ઉત્તર-પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણો માં લક્ષ્મીનુ સ્થાન ગણાય છે. ઘરના ઈશાન ખૂણામાં પણ જોતા ચપ્પલ રાખવા અશુભ સાબિત થાય છે તેનાથી ધનહાની વધવા લાગે છે.
મુખ્ય દ્વાર
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મેન ગેટ પર પણ જુતા ચપ્પલ ઉતારવા નહીં. તેનાથી માં લક્ષ્મી નારાજ થાય છે અને સમૃદ્ધિ છીનવાઇ જાય છે.
Trending Photos