Varun Dhawan અને Natasha Dalalના Wedding પર દુલ્હનની જેમ શણગારાયું 'ધ મેન્શન હાઉસ'

બોલીવુડ સ્ટાર વરૂણ ધવન (Varun Dhawan) અને તેની લોન્ગટાઈમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલના (Natasha Dalal) લગ્નને હવે થોડો જ કલાકો બાકી છે. લગ્ન માટે અલીબાગ સ્થિત 'ધ મેન્શન હાઉસ' (The Mansion House) શણગારવામાં આવ્યું છે. અહીં વરૂણ ધવન અને નતાશા દલાલ એકબીજાને જીવન સાથી બનાવશે.

શણગારવામાં આવ્યું 'ધ મેન્શન હાઉસ'

1/6
image

લગ્ન માટે અલીબાગ સ્થિત 'ધ મેન્શન હાઉસ' (The Mansion House) શણગારવામાં આવ્યું છે. લગ્નમાં દુલ્હા-દુલ્હનના પરિવાર ઉપરાંત નજીકના મિત્રો હાજરી આપશે.

લગ્નને ઇન્ટિમેટ અફેર રાખવાની તૈયારી

2/6
image

લગ્નને સંપૂર્ણ રીતે ઇન્ટિમેટ અફેર રાખવાની તૈયારી કરવામાં આવી છે. તેમ છતાં લગ્ન સાથે જોડાયેલા નાની-મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

24 જાનયુઆરીના ફેરા ફરશે વરૂણ-નતાશા

3/6
image

વરૂણ ધવન અને નતાશા દલાલ (Varun Dhawan-Natasha Dalal) 24 જાન્યુઆરીના લગ્નના બંધનમાં બંધાશે. નતાશા, વરૂણની બાળપણની મિત્ર છે અને બંને લાંબા સમયથી રિલેશનશિપમાં છે.

આટલું મોંઘું છે એક રાતનું ભાડુ

4/6
image

લગ્નમાં મહેમાન ભલે ઓછા છે, પરંતુ તેમના માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ વૈભવી છે. આ રિસોર્ટના એક રાતનું ભાડુ લગભગ સાડા ચાર લાખ રૂપિયા છે.

3 દિવસ રોકાશે મહેમાન

5/6
image

વરૂણ ધવન અને નતાશા દલાલના લગ્ન માટે તે બંનેના પરિવાર અને તમામ મહેમાનો 3 દિવસ સુધી અહીં રોકાશે. લગ્નમાં કરણ જોહર અને આલિયા ભટ્ટ પણ સામેલ થવાના છે.

શરૂ થયો લગ્ન સમારંભ

6/6
image

વરૂણ ધવન અને નતાશા દલાદનો લગ્ન સમારંભ શરૂ થઈ ગયો છે. લગ્નના તમામ રિતિ રિવાજ પૂરા કરવા માટે 22 જાન્યુઆરીથી બંને ફેમેલી અને મહેમાન અલીબાગ પહોંચી ગયા હતા.