ગુજરાતમાં વરસાદ પડતા જ અહી ફરવા ઉમટી પડ્યા લોકો, જ્યાં હિલ સ્ટેશન, ધોધ, જંગલ બધુ જ છે

Gujarat Tourism નિલેશ જોશી/વલસાડ : વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ છે. સતત વરસાદથી શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થાય છે. જોકે અંતરિયાળ પહાડી વિસ્તારોમાં અત્યારે વાતાવરણ ખુશનુમા બન્યું છે અને પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી છે. આથી વલસાડના કપરાડા અને ધરમપુરના જંગલોમાં મોટી સંખ્યામાં પર્યટકો અને પ્રકૃતિપ્રેમીઓ ઉમટી પડ્યા છે. પ્રકૃતિના ખોળે સમય વિતાવિ અને નીરવ શાંતિ અને પ્રકૃતિના સૌંદર્યને નિહાળે છે. આવામાં  વલસાડનું વિલ્સન હિલ મોસ્ટ પોપ્યુલર ડેસ્ટિનેશન બન્યું છે.

1/6
image

ચોમાસાના આરંભથી જ આ પહાડી વિસ્તારમાં હરિયાળી છવાઈ હોવાથી અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી રહી છે. હવે આ જંગલ વિસ્તારમાં પર્યટકોની ભીડ ઉંમટી રહી છે. હવે મોટી સંખ્યામાં પર્યટકો વલસાડના વિલ્સન હિલ પર ઉંમટી રહ્યા છે. દૂર દૂરથી પર્યટકો અહી ઉમટે છે. અને આ કુદરતી નજારાને માણે છે.

2/6
image

આમ આ ચોમાસામાં વિલ્સન હિલ સિહત શંકર ધોધ અને ધરમપુરના જંગલ વિસ્તાર અત્યારે પ્રકૃતિ પ્રેમીઓનું મન મોહી રહ્યું છે. આ પહાડી વિસ્તારની સુંદરતા કોઈને પણ મોહી અહીં આકર્ષવા પૂરતી છે. ચોમાસુ શરુ થતા જ પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો સાપુતારા જેવા હિલ સ્ટેશન જવાનું વધારે પસંદ કરે છે. 

3/6
image

ગુજરાત અને દેશભરમાં સાપુતારા હિલ સ્ટેશન તરીકે વધુ જાણીતું છે. પરંતુ સાપુતારા જેવું જ વલસાડનું અંતરિયાળ વિસ્તારનું વિલ્સન હિલ પણ ગુજરાતના પર્યટકોનું નવુ ડેસ્ટિનેશન બન્યું છે. વાદળો સાથે વાતો કરતા વિલ્સન હિલના ડુંગરાઓ, ઝરણાં અને ધોધના કારણે વિલ્સન હિલને પણ સાપુતારા જેવો માહોલ જોવા મળ્યો છે.

4/6
image

વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે. સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ઉપરવાસ એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે. જિલ્લાની મુખ્ય નદી એવી પાર ઓરંગા અને કોલક અને દમણ ગંગા નદીમાં નવા નીર આવ્યા છે. સતત વરસાદી માહોલને કારણે જિલ્લાના જંગલ વિસ્તારમાં આહલાદક દ્રશ્ય જોવા મળી રહ્યા છે.. નાના ઝરણા અને ધોધ વહેતા થતાં સુંદર નજારો જોવા મળી રહ્યો છે.

5/6
image

વલસાડ જિલ્લાના ઉપરવાસમાં વરસાદને લઈને ધરમપુર તાલુકાના શંકર ધોધ સક્રિય થયો છે. ધરમપુર તાલુકાના નજીક આવેલ શંકર ધોધ સક્રિય થયો છે. ઉપરવાસમાં વરસાદને કારણે શંકર ધોધમાં નવા નીર આવ્યા છે. શંકર ધોધ ફરી સક્રિય થતા પર્યટકોનો હવે જમાવડો થયો છે. આમ, વિલ્સન હિલ ફરવા આવતા પરેટકો હવે શંકર ધોધનો પણ લહાવો લેશે.   

6/6
image