સાપુતારા છોડો, તેની નજીકના જિલ્લામાં આવેલો આ ધોધ દૂધસાગર ધોધ જેવો વહેતો થયો

Gujarat Tourism નિલેશ જોશી/વાપી : ચોમાસાના વરસાદી માહોલમાં લોકો ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં લોકો વધારે જવાનું પસંદ કરે છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે સાપુતારા જેવી જ કુદરતી સૌંદર્યથી ભરપૂર વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારમાં આવેલા શંકર ધોધ અને આસપાસ નો વિસ્તાર છે. આજે રજાના આ મોસમમાં મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો ધરમપુરના ડુંગરા, ખીણ, વોટરફોલ જોવા સાથે હવે ટ્રેકિંગ કરવા માટે આવા લાગ્યા છે. વોટર ફોલ સાથે હવે ટ્રેકિંગની મજા માણવા માટે લોકો દૂર દૂર થી આવી રહ્યા છે. ડાંગના ગીરા ધોધ બાદ શંકર ધોધ પણ પ્રવાસીઓનું મનપસંદ ડેસ્ટિનેશન બની રહ્યું છે. તો આવો આપ પણ માણો આ અદભુત નજારો.

1/9
image

વલસાડ જિલ્લાના ધરમપુરના પહાડી વિસ્તારમાં અનેક નદી નાળાઓ અને પર્વતોની હારમાળા સાથે વાદળછાયું વરસાદી માહોલ પ્રકૃતિ પ્રેમીઓના મન મોહે છે. ત્યારે આજે આ વરસાદના માહોલમાં આ પહાડી વિસ્તારમાં આવેલા શંકર ધોધમાં હવે લોકો ટ્રેકિંગ કરવા માટે આવી રહ્યા છે. પહાડોથી ઘેરાયેલા શંકર ધોધનું સૌંદર્ય માણવા મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા હતા. 

2/9
image

મહત્વપૂર્ણ છે કે ધરમપુર નો આશંકર ધોધ આ વિસ્તારના કુદરતી સૌંદર્ય અને આ ધોધની સુંદરતા લોકોના મન મોહી લે છે. આજે વાપી વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં અહીં ઉમટી પડ્યા હતા. અહીંના કુદરતી વાતાવરણને માણવા લોકો દૂર દૂરથી અહીં પહોંચ્યા હતા. ત્યારે આ કુદરતી સૌંદર્યથી ભરપૂર આ વિસ્તારમાં લોકો પરિવાર સાથે પિકનિક મનાવવા અને કુદરતના ખોળે થોડો સમય વિતાવવા પરિવાર સાથે પહોંચ્યા હતા. લોકો આ મસ્ત મોસમમાં સેલ્ફી લઈ ફોટા પડાવી અને આ વિસ્તારના કુદરતી સૌંદર્યને માણ્યું હતું.   

3/9
image

સાપુતારા જેવી જ કુદરતી સૌંદર્ય ધરાવતા વલસાડના ધરમપુર અને શંકર ધોધ સહિતના આસપાસનો વિસ્તાર લોકોના મન મોહી લે છે. અહીં આવતા પ્રવાસીઓ શંકર ધોધનો નજારો ઉપરથી જ માણી શકે છે. જોકે નીચે ખીણમાં જવા માટે ભયજનક ટ્રેકિંગ કરવું પડે છે અને નીચે શંકર ધોધનો અદભુત નજારો માણવા માટે પ્રવાસીઓએ જોખમ ખેડવું પડે છે. જોકે એકવાર શંકર ધોધને નજારો નીચેથી માણ્યા બાદ પ્રવાસીઓને શંકર ધોધનો અસલી રૌદ્ર મિજાજ જોવા મળે છે ત્યારે સરકાર નીચે જવા માટે પગથિયાની વ્યવસ્થા કરે તેવી માંગ પ્રવાસીઓ કરી રહ્યા છે.

4/9
image

મહત્વપૂર્ણ છે કે મોટેભાગે પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો સાપુતારા જવાનું વધારે પસંદ કરે છે. આથી ગુજરાત અને દેશભરમાં સાપુતારા હિલ સ્ટેશન તરીકે વધુ જાણીતું છે. પરંતુ સાપુતારા જેવું જ વલસાડનું અંતરિયાળ ધરમપુર તાલુકાના જંગલ વિસ્તાર અત્યાર સુધી પર્યટકોમાં અજાણ હતું. પરંતુ અહીં પણ સાપુતારા જેવી જ વિકાસની શક્યતાઓ અને કુદરતી સૌંદર્ય ધરાવતા શંકર ધોધને હવે સાપુતારાની સમકક્ષ વિકસાવવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવે તો આ વિસ્તારની સંપૂર્ણ કાયક અલગ થઈ શકે છે.   

5/9
image

વરસાદી માહોલને માણવા ગુજરાતીઓ અગાઉ સાપુતારા અને ગીરાધોધ તરફ પ્રયાણ કરતા હોય છે. ત્યારે વિલ્સન હિલ પાસે આવેલ આ શંકર ધોધ હવે પર્યટકો અને પ્રકૃતિ પ્રેમીઓ એ આકર્ષી રહ્યું છે. અહીંની આદિવાસી સંસ્કૃતિ ખાન-પાન અને લોકોની જીવન પદ્ધતિને નજીકથી નિહાળી ખુશી વ્યક્ત કરી શંકર ધોધની કુદરતી સૌંદર્યતાના પેટ ભરીને વખાણ કર્યા હતા. અને સ્વર્ગ જેવો અહેસાસ વ્યક્ત કર્યો હતો. જોકે અહીં વધુ વિકાસ થાય તેવી પણ પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે.   

6/9
image

7/9
image

8/9
image

9/9
image