સ્માર્ટ મીટરનું બેસણું : વડોદરામાં જૂના મીટર લગાવવાની માંગ સાથે રસ્તા પર ઉતર્યા લોકો

Smart Meter Protest : વડોદરામાં સ્માર્ટ મીટર મુદ્દે લોકોનો વિરોધ યથાવત્.. સુભાનપુરામાં લોકોએ વીજ કંપનીની ઓફિસનો કર્યો ઘેરાવ... સ્માર્ટ મીટરનું બેસણું યોજીને ઠાલવ્યો રોષ... 

અમને અમારા જૂના મીટર પરત આપો

1/4
image

વડોદરાના સુભાનપુરામાં નાગરિકોએ સ્માર્ટ મીટરનું બેસણું યોજ્યુ હતું. સુભાનપુરા વિસ્તારમાં આવેલ વીજ કંપનીની ઓફિસમાં સ્માર્ટ મીટરનો નાગરિકોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિક લોકોએ સ્માર્ટ મીટરના ફોટા પર હાર ચઢાવી બેસણાંનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. વડોદરાના સુભાનપુરા સહિત અનેક વિસ્તારમાં નાગરિકો હજી પણ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યાં છે. મોટી સંખ્યામાં મહિલાઓ સ્માર્ટ મીટરનો વિરોધ કરવા વીજ કંપનીની ઓફિસ પર પહોંચી હતી. વિરોધ દર્શાવતા મહિલાઓએ કહ્યું, અમને અમારા જૂના મીટર પરત આપો. 

જેનો આટલો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે તે સ્માર્ટ મીટર આખરે છે શું?

2/4
image

શું છે સ્માર્ટ મીટર અને હાલ આપણા ઘરમાં છે તે સાદા મીટર વચ્ચે તફાવત? તો, સાદા મીટરમાં વીજના વપરાશ પછી બીલ ભરવાનું હોય છે. સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા પછી વીજળી વાપરી શકાશે. સાદા મીટરમાં બીલ રિડિંગ માટે કર્મચારી આવતો હતો. સ્માર્ટ મીટરમાં બીલ રિંડીંગની જરૂર નહીં પડે, સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું.

સ્માર્ટ મીટરમાં પહેલા જ રિચાર્જ કરાવું પડે છે, સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો નહતો. સ્માર્ટ મીટરમાં રોજિંદો વીજ વપરાશ જાણી શકાશે. સાદા મીટરમાં જો બિલ લેટ ભરીએ તો પણ વીજળી ચાલુ રહેતી હતી પરંતુ સ્માર્ટ મીટરમાં રિચાર્જ પત્યું તેની સાથે જ વીજળી ગુલ થઈ જશે, સાદા મીટરમાં વીજ ચોરી થઈ શક્તી હતી. પરંતુ સ્માર્ટ મીટરમાં વીજ ચોરી ભૂતકાળ બની જશે, સાદા મીટરમાં સ્માર્ટ ફોનની જરૂર પડતી નહતી. સ્માર્ટ મીટરમાં સ્માર્ટ ફોન ફરજિયાત રહેશે, સાદા મીટરથી સામાન્ય વ્યક્તિને બીલ ભરવામાં કોઈ સમસ્યા આવતી નહતી.

સરકારી ઓફિસોમાં લગાવાશે સ્માર્ટ મીટર

3/4
image

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત મોટો નિર્ણય લેવાયો છે કે, સ્માર્ટ મીટર હવે સરકારી કચેરીઓમાં લગાવાશે. રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે. સ્માર્ટ મીટરના થઈ રહેલા વિરોધ બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવા કવાયત હાથ ધરાઈ છે. રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસ હાથ ધરાયો છે. સામાન્ય જનતાની ગેર સમજ દૂર કરવા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે.   

નવા મીટરની સાથે જૂના મીટર પણ લાગશે

4/4
image

હાલમાં રાજ્ય સરકારે સ્માર્ટ મીટરને લઈને જાહેરાત કરી હતી કે, સ્માર્ટ મીટર સાથે જૂના મીટર પણ લગાવાશે. લોકોની ગેર સમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવા નિર્ણય કરાયો છે. સ્માર્ટ મીટર સાથે માંગણી કરનાર વીજ ગ્રાહકને વધુ એક મીટર લગાવાશે.