પાણીપુરીની લારી ચલાવતા પિતાની દીકરીએ ધોરણ-10ના પરિણામમાં બધાને પાછળ છોડ્યા

GSEB SSC 10th Result જયંતિ સોલંકી/વડોદરા : વડોદરામાં પાણીપુરીની લારી ધરાવનારની પુત્રીનું ઝળહળતું પરિણામ, પુનમ કુશવાહાએ ધોરણ 10માં 99.72 પર્સન્ટાઈલ મેળવ્યા, એક રૂમ રસોડાના ભાડાના મકાનમાં રહેશે કુશવાહા પરિવાર, પુનમ પોતાના પિતાને વ્યવસાયમાં પણ કરે છે મદદ, અભ્યાસ કરીને માતા-પિતાની આર્થિક સ્થિતિ સુધારવા માંગે છે દીકરી

1/6
image

કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આ કહેવતને પાણીપુરીની લારી ચલાવતા પિતાની પુત્રીએ સાર્થક કરી છે. વડોદરાની પૂનમ કુશવાહએ ધોરણ 10 માં 97 ટકા મેળવીને ઝળહળતી સફળતા હાંસલ કરી છે. 

2/6
image

આજે ધોરણ 10 નુ પરિણામ જાહેર થયું. તેમાં વડોદરાની પૂનમ કુશવાહે 99.72 પર્સંન્ટાઈન અને 96 ટકા માર્કસ મેળવ્યા છે. આમ સામાન્ય લાગતી આ બાબતમાં મહત્વ ની વાત છે કે પૂનમ કુશવાહ પાણીપુરીની લારી ચલાવતા પ્રકાશ શિયારામ કુશવાહની પુત્રી છે અને તેમના પરિવાર માત્ર 10 બાય 10 ની ઓરડીમાં રહે છે. કુશવાહ પરિવારની બીજા નંબરની દીકરી છે. પૂનમનું કહેવું છે કે, પિતાને મદદ કરવાની સાથે આયોજનપૂર્વકનો અભ્યાસ અને શાળામાં કરાવવામાં આવતી તૈયારી સમયસર કરીને તેને આ સફળતા મળી છે. મારે ડોક્ટર બનીને માતાપિતાની મુશ્કેલીઓ (ગરીબી) દૂર કરવી છે અને તેથી જ મહેનત કરી રહી છું.

3/6
image

નાનકડી ઓરડીમાં રહીને પાણીપુરીનો ધંધો કરતા પરિવારની દીકરીની આ સફળતાના કારણે આજે પરિવારમાં ખુશીનો માહોલ છે. પૂનમના પિતા પ્રકાશભાઈ કુશવાહાનું કહેવું છે કે તેને ભણવામાં ધગશ છે. જેના કારણે અમે વધુ મહેનત કરીને તેની જરૂરિયાતો પૂરી કરીએ છીએ. સંતાનોને ભણાવવું એ અમારી જવાબદારી છે. પરંતુ તેની સમજણ અને ધગશે આજે સફળતા અપાવી છે. સાથે શાળા સ્ટાફનો સારો સપોર્ટ મળતા પુનમ સફળ થઈ છે.

4/6
image

સામાન્ય રીતે ગરીબ પરિવારના સંતાનોને આર્થિક મુશ્કેલી નડતી હોય છે. જોકે પુનમના માતા પિતા પૂનમને ભણાવવા માટે મહેનત કરી રહ્યાં છે. ત્યારે નારાયણ વિદ્યાલયના સ્ટાફે આ દીકરીના અભ્યાસ માટે ખાસ મહેનત કરી અને દીકરી હોશિયાર હોવાથી ઝળકી ઉઠી છે તેવું શાળા સંચાલકો માની રહ્યા છે.

5/6
image

સફળતા કોઈ સુવિધાની મોહતાજ નથી હોતી, તે બાબતને પુનમ કુશવાહે સાબિત કરી બતાવી છે. મેડિકલમાં અભ્યાસ કરીને સમાજ સેવાની સાથે સાથે માતાપિતાને સુખ સુવિધાવાળું જીવન આપવાનું સપનું પૂનમ કુશવાહા જોઈ રહી છે.

6/6
image