ગુજરાતની આ સરકારી ઓફિસ સામે રાજસ્થાનના મહેલ પણ ફિક્કા લાગશે, જાજારમાન ઈમારતમાં કામ કરશે સરકારી બાબુ

Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરા શહેરના જૂના પાદરા રોડ ઉપર રજવાડી વારસાને અકબંધ રાખતી રૂ. 22.05 કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા કલેક્ટર કચેરી તૈયાર થઇ જતાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. કેવી છે નવી કલેકટર કચેરી જુઓ આ રિપોર્ટમાં…

1/7
image

જૂના પાદરા રોડ ઉપર 13 હજાર ચોરસ મીટર જગ્યામાં કલેક્ટર કચેરી બનાવવામાં આવી છે. સરકાર દ્વારા રૂ. 25.56 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ, પીડબલ્યુડી વિભાગ દ્વારા રૂ. 22.05 કરોડના ખર્ચે કચેરી તૈયાર કરવામાં આવી છે.

2/7
image

7566.73 ચોરસ મીટર જગ્યામાં રૂપિયા 18.11 કરોડના ખર્ચે બાંધકામ કરવામાં આવ્યું છે. રૂ. 2.96 કરોડનું ફર્નિચર તેમજ અન્ય 1.04 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. 

3/7
image

નવી કલેક્ટર કચેરીમાં કલેક્ટર, આર.ડી.સી., નાયબ કલેક્ટર -6, ચીટનીસ નાયબ કલેક્ટર અને મામલતદાર, ડિઝાસ્ટર શાખા, એન.આઇ.સી. શાખા, વીસી હોલ, જનસેવા કેન્દ્ર અને રિસેપ્સન બ્રાસ, કેન્ટિન, 100 માણસો માટેનો મિટિંગ હોલ, ઘોડિયા ઘર અને લેડીઝ રૂમ, રેકોર્ડ રૂમ, મુલાકાતીઓ માટે રિફ્રેશમેન્ટ અને અન્ય સુવિધાઓ તથા ડિસેબલ પર્સન અલગ ટોયલેટ અને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. 

4/7
image

આ સાથે જ તેમાં 2-લિફ્ટ અને રેમ્પની સુવિધા, કુલર રૂમ અને એકાઉન્ટ શાખાનો સમાવેશ કરાયો છે.  

5/7
image

કલેક્ટર કચેરીમાં 80 ફોર વ્હિકલ માટે પાર્કિંગ સુવિધા, 300 ટુ-વ્હિલર પાર્ક થઇ શકે તેવી સુવિધા છે. આ ઉપરાંત 2 ડિસેબલ વાહન રહી શકે તેવી સુવિધા પણ છે.   

6/7
image

સરકારી ઓફિસમાં વીડિયો કોન્ફરન્સ માટે 30 રૂમ, વીડિયો સિસ્ટમ સાથે 120 કેપેસિટીનો ધારાસભા હોલનો સમાવેશ કરવામાં આવ્યો છે.   

7/7
image

વડોદરાનો રજવાડી વારસો જળવાઇ રહે તેવા દેખાવવાળી કલેક્ટર કચેરી બનાવવામાં આવી છે. ઉપરાંત કલેક્ટર કચેરીના પ્રાંગણમાં 1850 ચોરસ મીટર જગ્યામાં ભવ્ય ગાર્ડન બનાવવામાં આવ્યુ છે. જે ગાર્ડન લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનશે.