PHOTOS: ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યા બાદ જળપ્રલય, તબાહીની તસવીરો જોઈને ધ્રુજી ઉઠશો

ધૌલીગંગા નદીના જળસ્તરમાં અચાનક વધારો થયો અને તેના કારણે કિનારે વસેલા અનેક ઘરો વહી ગયા. 

ચમોલી: ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના રૈણી ગામ પાસે હિમસ્ખલન થવાના કારણે ધૌલીગંગા નદીના જળસ્તરમાં ભારે વધારો થયો, જેના કારણે જોશીમઠ વિસ્તારમાં લોકોએ ભીષણ પૂરનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટના રૈણી ગામ પાસે ઘટી, જે જોશીમઠથી 26 કિમી દૂર છે. ધૌલીગંગા નદીના જળસ્તરમાં અચાનક વધારો થયો અને તેના કારણે કિનારે વસેલા અનેક ઘરો વહી ગયા. 

10 વાગે નદીમાં આવ્યું પૂર

1/7
image

ભારત-તિબ્બત સીમી પોલીસ (ITBP) એ જણાવ્યું કે લગભગ 10 વાગે જળાશયના જળસ્તરમાં તીવ્ર વધારો થવાથી ધૌલીગંગા નદીમાં પૂર આવ્યું. જે ગંગા નદીના 6 સ્ત્રોત ધારાઓમાંથી એક છે. 

150 મજૂરો ગુમ

2/7
image

પાણીના તેજ પ્રવાહમાં ઋષિગંગા અને ધૌલીગંગા પ્રોજેક્ટના લગભગ 150 લોકો ગુંમ થયા હોવાના અહેવાલ છે. પાવર પ્રોજેક્ટના અધિકારીઓએ પ્રશાસનને કહ્યું કે લગભઘ 150 મજૂરોની ખબર પડી રહી નથી. બચાવ ટીમને લોકોને કાઢવા માટેના નિર્દેશ અપાયા છે. 

આઈટીબીપી અને એસડીઆરએફ બચાવ કાર્યમાં લાગ્યા

3/7
image

ITBP અને SDRFના કર્મચારીઓને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પ્રભાવિત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. 

ઋષિકેશ અને હરિદ્વારમાં અલર્ટ

4/7
image

ઋષિકેશ અને હરિદ્વારમાં ભલે આફતની અસર મહેસૂસ ન થતી હોય પરંતુ શહેરોને અલર્ટ પર રાખવામાં આવ્યા છે. 

અકસ્માતની જગ્યાએ વધુ વસ્તી નહીં

5/7
image

સરકારના એક પ્રવક્તાએ જણાવ્યું કે જે જગ્યાએ ગ્લેશિયર તૂટ્યું ત્યાં બહું માનવ વસ્તી નહતી, પરંતુ કેટલાક વીજળી પ્રોજેક્ટ પ્રભાવિત  થયા છે. 

સતત સ્થિતિનું મોનિટરિંગ-PM મોદી

6/7
image

પીએમ મોદી (PM Narendra Modi) એ ટ્વીટ કરીને કહ્યું કે ઉત્તરાખંડની કમનસીબ ઘટનાનું સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ. આખો દેશ અત્યારે ઉત્તરાખંડની પડખે છે અને દરેકની સલામતી માટે દેશ પ્રાર્થના કરે છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત વાત કરી રહ્યો છું અને NDRF ની તૈનાતી, બચાવ અને રાહત કાર્યો પર અપડેટ લઈ રહ્યો છું. ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું કે તમામ સંબંધિત અધિકારીઓ લોકોને સુરક્ષિત કરવા માટે યુદ્ધ સ્તરે કામ કરી રહ્યા છે. NDRF ની ટીમો બચાવકાર્ય માટે નીકળી ગઈ છે. દેવભૂમિને દરેક શક્ય મદદ અપાશે. NDRFની કેટલીક ટીમો દિલ્હીથી એરલિફ્ટ કરીને ઉત્તરાખંડ મોકલવામાં આવી રહી છે. અમે ત્યાંની સ્થિતિ સતત મોનિટર કરી રહ્યા છીએ. 

અમિત શાહે કહ્યું- યુદ્ધ સ્તરે બચાવ કાર્ય

7/7
image

ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું કે તમામ સંબંધિત અધિકારીઓ લોકોને સુરક્ષિત કરવા માટે યુદ્ધ સ્તરે કામ કરી રહ્યા છે. NDRF ની ટીમો બચાવકાર્ય માટે નીકળી ગઈ છે. દેવભૂમિને દરેક શક્ય મદદ અપાશે. NDRFની કેટલીક ટીમો દિલ્હીથી એરલિફ્ટ કરીને ઉત્તરાખંડ મોકલવામાં આવી રહી છે. અમે ત્યાંની સ્થિતિ સતત મોનિટર કરી રહ્યા છીએ.