સુપરસ્ટાર ક્રિકેટર બનવા નીકળેલી આ ખેલાડી બની ગઈ ટોચની ટેનિસ સ્ટાર
જો કોઇ ક્રિકેટર અન્ય રમત ટેનિસ (Tennis)માં ધમાલ મચાવે તો ખેલપ્રેમીઓને થોડી નવાઈ લાગી શકે છે. જોકે આવી જ એક ઘટના બની છે અને એ માટે જવાબદારી છે ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી(Ashleigh Barty). એશ્લે એકસમયે ઓસ્ટ્રેલિયાની ટોપ ટી 20 લીગમાં રમી ચૂકી છે. તે નેશનલ ક્રિકેટ ટીમમાં જગ્યા મેળવવાની સાવ નજીક હતી પણ આજે તે દુનિયાની નંબર 2 ટેનિસ ખેલાડી છે.
23 વર્ષની એશ્લે બાર્ટી હાલમાં ડબલ્યુટીએ રેન્કિંગમાં 2 નંબર પર છે. તે જૂન-જુલાઈમાં દુનિયાની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી રહી ચૂકી છે.
14 साल में बनी प्रोफेशनल
એશ્લે બાર્ટી 2010માં 14 વર્ષની વયે પ્રોફેશનલ ટેનિસ ખેલાડી બની ચૂકી હતી. તેણે 2011માં વિમ્બલ્ડનમાં જૂનિયર ગર્લ્સનો ખિતાબ જીત્યો હતો.
એશ્લે બાર્ટીએ 2014માં પ્રોફેશનલ ટેનિસમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી અને પછી તે ક્રિકેટ રમવા લાગી હતી.
એશ્લે બાર્ટી 2015માં મહિલાઓની બિગ બૈશ લીગમાં બ્રિસબેન હીટ્સની ટીમમાં શામેલ હતી. આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટની મહત્વની ટુર્નામેન્ટ છે.
એશ્લે બાર્ટીએ 2016માં ક્રિકેટ છોડીને ટેનિસની પસંદ કરી હતી. આ વર્ષે તેણે પોતાનો પહેલો આઇટીએફ ખિતાબ પણ જીત્યો હતો.
એશ્લે બાર્ટીએ 2018માં યુએસ ઓપનમાં ડબલ્સનો ખિતાબ જીત્યો. આ એનો પહેલો ગ્રાન્ડસ્લેમ ખિતાબ હતો.
એશ્લે બાર્ટી 2019માં ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બની. આ તેનું પહેલું સિંગલ્સ ગ્રાન્ડસ્લેમ હતું. આના કારણે તે નંબર વન ખેલાડી પણ બની ગઈ હતી.
Trending Photos