Twitter યૂઝર્સ રહે સતર્ક, આ રીતે તમારા અકાઉંટને રાખો સુરક્ષિત અને Secure
નવી દિલ્લીઃ વર્તમાન સમયમાં સાઈબર હેકિંગ અને છેતરપિંડીના કિસ્સાઓ વધી ગયા છે. એવામાં Facebook, Instagram અને WhatsApp સહિતના સોશલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકો છેતરપિંડી કરતા હોય છે. હવે Twitter પણ એ મામલામાં અલગ નથી રહ્યું. લોકો ટ્વીટર પર પણ છેતરપિંડી કરતા થયા છે. તમારા Twitter અકાઉંટને હેક કરીને લોકો તેનો દૂરઉપયોગ કરતા થયા છે. જો તમે એક ટવીટર યૂઝર છો તો આ આર્ટિંકલ તમારા માટે જ છે. ધ્યાનથી આ આર્ટિંકલ વાંચી લેજો તો તમે ટ્વીટર હેકર અને તેનમા દ્વારા કરવામાં આવતી છેંતરપિંડીથી બચી શકશો.
Two Step Verification:
Two Step Verification ને ચાલુ રાખો. આ ફિચર તમારા અકાઉંટને હેક થતાં તો નહીં રોકી શકે. પણ એ તમારા ટ્વીટર અકાઉંટની સુરક્ષામાં સેકન્ડ લેયર તરીકે કામ કરશે. એટલેકે, તમારા અકાઉંટ સાથે કોઈપણ જાતની છેડછાડ થશે તો તમને તેનો મેસેજ કે લીંક જરૂર આવશે.
તમારા ફોલોવર્સને લઈને રહો સજાગઃ
ટ્વીટર પર તમે તમારા ફોલોવર્સને રહીને ખુબ જ સજાગ રહેજો. જો કોઈ તમને હેરાન કરતું હોય અથવા તમારા ટ્વીટસ પર સતત નજર રાખતું હોય તો તુરંત જ તેને અનફોલો અથવા બ્લોક કરી દો.
એડવાંસ બ્લોક ફિચનો કરો ઉપયોગઃ
જો તમે અને તમારો મિત્રો એક જ અકાઉંટને બ્લોક કરવા માંગતા હોવ તો તમે એડવાંસ બ્લોક ફિચરનો પણ ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ તમે સેટિંગ્સ મેન્યૂમાં જઈને કરી શકો છો.
તમને કોઈ નહીં કરી શકે મેસેજઃ
આનાથી તમને કોઈ સીધો મેસે જ નહીં કરી શકે. એટલેકે, તમને જે ફોલો નથી કરતું અથવા તમે જેને ફોલો નથી કરતા એ વ્યક્તિ તમને કોઈ સીધો મેસેજ નહીં મોકલી શકે.
મરજી મુજબ અકાઉંટને સેટ કરોઃ
જો તમારું ટ્વીટર અકાઉંટ પ્રાઈવેટ હોય તો તમે માત્ર એ જ લોકોને તમારા ટ્વીટ જોવાની પરવાનગી આપી શકો જે તમને ફોલો કરતા હોય. આનાથી તમારું એકાઉંટ એકદમ બેઝિક થઈ જશે અને હેકર્સ માટે એમાં છેડછાટ કરવી ખુબ મુશ્કેલ છે.
Trending Photos