Tirupati Temple: દીપિકાની પાછળ ઉભેલા આ વ્યક્તિ વિશે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, PHOTOS જોઈને દંગ રહેશો

તસવીરોમાં જાણો તે વ્યક્તિની આખી કહાની...
 

ડીએમ શેષગિરિ તિરુપતિ: દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશની તિરુમાલા પહાડીઓ પર વસેલા ભગવાન તિરુપતિ બાલાજીનું મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે. ભગવાનનું આ ધામ સૌથી વધુ દાન, ચઢાવો મેળવનારું મંદિર તરીકે પણ પ્રસિદ્ધ છે. આમ તો દરેક ધાર્મિક સ્થળમાં ભગવાનના નામ પર ભીખ માંગનારાઓની ભીડ જામેલી હોય છે. પરંતુ ક્યારેક એવા પણ અહેવાલ આવે છે કે જેને જાણીને લોકો દંગ રહી જાય છે. તિરુપતિ બાલાજી મંદિરથી જ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જ્યાં ફક્ત VIP શ્રદ્ધાળુઓને ટીકો કરીને તેમની પાસેથી પૈસા માંગનારા યાચકના મોત બાદ લાખો રૂપિયા મળી આવ્યા છે.

કબ્જાની ફિરાકમાં હતા આ લોકો

1/7
image

આમ તો દરેક ધાર્મિક સ્થળમાં ભગવાનના નામ પર ભીખ માંગનારાઓની ભીડ જામેલી હોય છે. પરંતુ ક્યારેક એવા પણ અહેવાલ આવે છે કે જેને જાણીને લોકો દંગ રહી જાય છે. તિરુપતિ બાલાજી મંદિરથી જ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જ્યાં ફક્ત VIP શ્રદ્ધાળુઓને ટીકો કરીને તેમની પાસેથી પૈસા માંગનારા યાચકના મોત બાદ લાખો રૂપિયા મળી આવ્યા છે. તસવીરમાં દેખાતા આ જ રૂમ પર કબ્જો કરવાની કોશિશ થઈ હોવાની ખબર સામે આવ્યા બાદ પ્રશાસને અફરાતફરીમાં કાર્યવાહી કરી. 

ભીખારીની કહાની

2/7
image

64 વર્ષના શ્રીનિવાસન તિરુમાલા આવનારા વીઆઈપી તીર્થયાત્રીઓ પાસે ભીખ માંગતા હતા. તેઓ વીઆઈપી ભક્તોનો પીછો ત્યાં સુધી નહતા છોડતા જ્યાં સુધી તેઓ તેમને ટીકો લગાવીને તેમની પાસેથી ભેટ ન મેળવી  લે. તેમના ઘરની આ બે પેટીઓમાંથી લાખો રૂપિયા મળી આવ્યા છે. 

પેટીમાંથી મળ્યા પૈસા

3/7
image

છેલ્લા એક વર્ષથી જોવા મળી રહ્યું હતું કે અનધિકૃત લોકો શેષાચલ નગર સ્થિત તેમના ઘર પર કબ્જો જમાવવાની કોશિશ કરી રહ્યા હતા. તેમને અંદાજો હતો કે તેમની પાસે લાખો રૂપિયા હોઈ શકે છે. આથી પાડોશીઓએ TTD ના અધિકારીઓ અને પોલીસને જાણ કરી. આ એ જ રકમ છે જે ઘરમાં રહેલી બે પેટીઓમાંથી મળી આવી. 

મશીન બાદ હાથથી ગણતરી

4/7
image

ટીટીડી અધિકારીઓને જાણવા મળ્યું કે શ્રીનિવાસનનો કોઈ પરિવાર નથી. ત્યારે તેમની સંપત્તિના દાવાની આશંકા વચ્ચે વિજિલન્સ અને રાજસ્વ વિભાગની ટીમે તપાસ કરી તો 6 લાખ 15 હજાર 50 રૂપિયા મળી આવ્યા. 

વીઆઈપી ભક્તો પાસેથી મળી મોટી દક્ષિણા

5/7
image

થોડા સમય પહેલા બોલીવુડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ જ્યારે ત્યાં ગઈ તો શ્રીનિવાસને તેની પાછળ પણ પડી ગયા અને દક્ષિણા લઈને જ અભિનેત્રીનો કેડો મૂક્યો હતો. 

'બધુ અહીં જ રહી જાય છે'

6/7
image

કહેવત છે કે માણસ ખાલી હાથ આવે છે અને ખાલી હાથ જાય છે. આ વાત આ ભીક્ષુક ઉપર પણ લાગુ થઈ. હવે તેની સંપત્તિ સરકારી ખજાનામાં પહોંચી ગઈ છે. 

ત્યારે અને હવે

7/7
image

પોતાની યુવાવસ્થામાં બાલાજી ધામ પહોંચેલા શ્રીનિવાસનને તિરુપતિના સ્વામી પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. તેમનો સ્વભાવ પણ ખુબ સારો હતો. વિનમ્ર હોવાના કારણે લોકો તેમને પસંદ કરતા હતા. હંમેશા શ્રદ્ધાળુઓ તેમની પાસે માથે ટીકો કરાવ્યા બાદ જ બહાર નીકળતા હતા. આ તસવીર તેમની જવાની અને વૃદ્ધાવસ્થાની છે.