PiCS : ટ્રમ્પે કાંત્યો ચરખો અને લખ્યો સુંદર મેસેજ

પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ બન્ને નેતાઓ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં સાબરમતી આશ્રમને સજાવવામાં આવ્યો હતો અને પીએમ મોદી, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, મેલેનિયા ટ્રમ્પે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પરંપરા અનુસાર પોતાના બુટ ઉતારીને આશ્રમમાં પ્રવેશ કર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ગાંધી આશ્રમમાં ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદી હૃદયકુંજમાં ટ્રમ્પના ગાઇડ બન્યા. પીએમ મોદી અને ટ્રમ્પે ગાંધીજીની તસ્વીરને સૂતરની આંટી પહેરાવી વંદન કર્યા. ત્યાર બાદ ગાંધીજીના ચરખાને પણ કાંત્યો હતો. 

1/5
image

અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા પછી અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના પરિવાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. 

2/5
image

રાષ્ટ્રપતિ ટ્રમ્પ, તેમની પત્ની અને પીએમ મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ટ્રમ્પ અને મેલેનેયાએ સાબરમતીમાં ગાંધીજીના ત્રણ વાંદરાઓ વિશે જાણકારી મેળવી હતી. 

3/5
image

સાબરમતી આશ્રમમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પત્ની મેલેનિયાએ ચરખો કાંત્યો હતો. આ સમયે પીએમ મોદી પણ હાજર હતા. 

4/5
image

સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ  ટ્રમ્પે પીએમ નરેન્દ્ર મોદી માટે ઉષ્માળુ મેસેજ લખ્યો અને આભાર માન્યો. 

5/5
image

સાબરમતી આશ્રમમાં ટ્રમ્પ અને તેની પત્નીએ વિઝિટર બુકમાં પોતાનો અનુભવ લખ્યો.