અમીરગઢ હાઈવે પર ટ્રકને વિચિત્ર અકસ્માત, પુલ પરથી પડતા બે ટુકડા થઈ ગયા

અલકેશ રાવ/બનાસકાંઠા :શનિવારે રાત્રે બનાસકાંઠામાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. અમીરગઢના નેશનલ હાઇવે પરના પુલ ઉપરથી ટ્રક નીચે ખાબકી હતી. પુલ પરથી ટ્રક નીચે ખાબકતા ટ્રકનાં બે ભાગ થઈ ગયા હતા. જોકે, અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે પુલ નીચે કોઈ જ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. પરંતુ ટ્રકના બે ભાગ થઈ જતા લોકોમાં કુતૂહલ સર્જાયુ હતું. 

1/4
image

2/4
image

3/4
image

4/4
image