અત્યંત દુર્લભ યોગ! 10 દાયકા બાદ 3 શક્તિશાળી ગ્રહોનું મિલન, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, પદ-પ્રતિષ્ઠા વધશે
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને શુભ અને ત્રિગ્રહી યોગોનું નિર્માણ કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર પડતો હોય છે. અત્રે જણાવવાનું કે હાલ ધનના દાતા શુક્ર અને ગ્રહોના રાજા સૂર્ય દેવ મેષ રાશિમાં ગોચર કરી રહ્યા છે. જ્યારે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પણ મેષ રાશિમાં છે. ગુરુ 1 મેના રોજ વૃષભમાં ગોચર કરશે. આવામાં ત્રણ ગ્રહોની યુતિથી મેષ રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થાય છે. જેના કારણે કેટલા લોકોનું ભાગ્ય ચમકી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
મેષ રાશિ
મેષ રાશિવાળા માટે ત્રિગ્રહી યોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી લગ્ન ભાવ પર બની રહ્યો છે. આથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સાથે જ કરિયરમાં સારું પ્રદર્શન કરી શકશો અને તમારી સામે અનેક શાનદાર અવસરો આવશે. તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ વધશે. પરિણિત લોકોનું લગ્ન જીવન ખુશનુમા રહેશે. આવકમાં વધારો જોવા મળશે.
મિથુન રાશિ
ત્રિગ્રહી યોગ બનવાથી મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ સ્થિતિ બનશે. કારણ કે આ યોગ તમારી રાશિથી આવક અને લાભના સ્થાન પર બની રહ્યો છે. આથી તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. જે લોકો વિદેશમાં વેપાર કરે છે તેમના માટે સફળતાની અનેક શાનદાર તકો આવશે. આ સમય દરમિયાન તમને રોકાણમાંથી જબરદસ્ત લાભ થશે. તમારી નોકરી અને વેપારમાં અનેક શાનદાર તકો આવશે. શેર બજાર, સટ્ટા અને લોટરીમાં ધનલાભ થઈ શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિવાળાની ગોચર કુંડળીના કર્મ ભાવ પર ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમને નોકરી અને વેપારમાં પ્રગતિ થઈ શકે છે. કરિયર સંલગ્ન કેટલાક નિર્ણયો લેવા પડી શકે છે. તમારી આર્થિક સ્થિતિ પણ ખુબ મજબૂત થશે. આ સમય દરમિયાન તમે ધનની સેવિંગ કરવામાં પણ સફળ રહેશો. નોકરીયાતોનું પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટ થઈ શકે છે.
Trending Photos