જુલાઈમાં 5 મોટા ગ્રહોનું ગોચરઃ એક મહિનો આ જાતકોના જલસા, બની શકે છે ધનવાન

July Grah Rashi Parivartan 2023: જુલાઈનો મહિનો ગ્રહો-નક્ષત્રોની દ્રષ્ટિએ ખાસ છે. જુલાઈમાં એક-બે નહીં પરંતુ પાંચ મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થશે. આ ગ્રહોના રાશિ પરિવર્તનથી કેટલાક જાતકોનું ભાગ્ય બદલી શકે છે. ગ્રહ ગોચરનો દરેક 12 રાશિઓ પર પ્રભાવ પડશે. પરંતુ કેટલીક એવી રાશિઓ છે જેને આ સમય દરમિયાન લાભ મળશે. જાણો ક્યારે થશે ગ્રહ ગોચર અને કઈ છે ભાગ્યશાળી રાશિઓ...

મંગળનો સૂર્યની સિંહ રાશિમાં પ્રવેશ

1/5
image

મંગળ 1 જુલાઈ 2023ના સવારે 1.52 કલાકે સિંહ રાશિમાં ગોચર કરશે. મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે. તે રક્ત અને સાહસના કારક છે. મંગળના રાશિ પરિવર્તનથી કેટલાક જાતકોના સાહસ તથા આત્મ-અભિવ્યક્તિમાં વધારો થવાનો અનુભવ થઈ શકે છે. આ રાશિઓમાં મિથુન, સિંહ, કર્ક, તુલા, વૃદ્ધિક, ધન અને કુંભ સામેલ છે. 

શુક્રનું સિંહ રાશિમાં ગોચર

2/5
image

શુક્રનું સૂર્યની રાશિ સિંહમાં 7 જુલાઈ 2023ના સવારે 3.59 કલાકે થશે. શુર્યને પ્રેમ, સૌંદર્ય અને સદ્ભાવનો ગ્રહ માનવામાં આવે છે. શુક્રના ગોચર દરમિયાન કેટલીક રાશિના જાતકોની સુખ-સુવિધામાં વધારો થશે. શુક્ર ગોચર અવધિની લકી રાશિઓ વૃષભ, મિથુન, કર્ક, સિંહ, તુલા, મકર અને કુંભ છે. 

બુધનું કર્ક રાશિમાં ગોચર

3/5
image

બુધનો કર્ક રાશિમાં પ્રવેશ 8 જુલાઈ 2023ના રાત્રે 12.5 કલાકે થશે. સંચાર અને બુદ્ધિનો કારક બુધ ગ્રહ છે. બુધ ગોચર ભાવનાત્મક બુદ્ધિમતાને વધારે છે અને ઘરની સમસ્આઓ તરફ ધ્યાન આકર્ષિત કરે છે. આ ગોચર દરમિયાન ભાગ્યશાળી રાશિઓ વૃષભ, કન્યા, તુલા અને મીન છે. 

સૂર્યનું કર્ક રાશિમાં ગોચર

4/5
image

સૂર્ય 16 જુલાઈ 2023ના સવારે 4.59 કલાકે કર્ક રાશિમાં ગોચર કરશે. સૂર્ય ગોચર પરિવાર, ઘર અને ભાવનાત્મક ભલાઈ પર વધતા ભારનો સંકેત આપે છે. સૂર્ય ગોચર દરમિયાન મેષ, વૃષભ અને તુલા રાશિના જાતકોને લાભ મળશે. આ દરમિયાન કરિયરમાં નવી તકો સામે આવશે. 

બુધનો સિંહ રાશિમાં પ્રવેશ

5/5
image

બુધનો સિંહ રાશિમાં પ્રવેશ 25 જુલાઈ 2023ના સવારે 4.26 કલાકે થશે. બુધના સિંહ રાશિમાં આવવાથી મિથુન, તુલા અને ધન રાશિના જાતકોને જબરદસ્ત લાભ મળી શકે છે. આ દરમિયાન આ રાશિના જાતકોએ રોમાંચક સમયનો વધુ લાભ ઉઠાવવા માટે તૈયાર રહેવું જોઈએ. 

(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોી નિષ્ણાંતની સલાહ જરૂર લો)