PHOTOS: બોલીવુડના સૌથી વધુ ચર્ચાસ્પદ KISSING દ્રશ્યો, આ અભિનેત્રીને તો એકદમ ધ્રુજારી ચડી ગઈ હતી

આજે KISS ડે છે અને KISS ડે પર તમને KISS વિશેની કઈક રોચક કહાની જાણવી હશે એટલે જ તમારા માટે લઈને આવ્યા છે બોલીવુડના સૌથી વધુ ચર્ચામાં રહેલા KISSING સીન. 

વેલેન્ટાઈન ડે આવતી કાલે છે પરંતુ પ્રેમના સૂરો તો જાણે આજથી જ છલકાવા લાગ્યા છે.તન અને મન પ્રેમના રંગ રંગાયું છે.યુવાનીયાઓ હેલે ચડ્યા છે. આમ તો કહેવાય છે કે પ્રેમ કોઈ વસ્તુનો મોતાજ નથી હોતો માટે જ તો ભગવાન પણ પ્રેમનો ભૂખ્યો હોય છે. પ્રેમ જતાવાના અલગ-અલગ પ્રકાર હોય છે. ક્યારેક હગ કરીને તો ક્યારેક KISS કરીને તમે પ્રેમ જતાવી શકો છો. બોલીવુડ પણ પ્રેમ જતાવાની આ પ્રક્રિયામાંથી બાકી રહ્યું નથી. તો આવો અમે તમને બોલીવુડના એવા KISSING સીન યાદ કરવાઈએ કે જે ખૂબ ચર્ચામાં રહ્યા છે.

આમિર અને કરિશ્માનો kissing સીન

1/8
image

1996માં આવેલી બ્લોકબાસ્ટર ફિલ્મ રાજા હિન્દુસ્તાનીમાં આમિર ખાન અને કરિશ્મા કપૂરની kiss ટોક ઓફ ધ ટાઉન બની હતી. જોકે, કરિશ્માએ કહ્યું હતું કે આ દ્રશ્યના શૂટિંગ માટેનો તે સમય તેના અને આમિર માટે મુશ્કેલ હતો.આ kissing સીન શૂટ કરતા 3 દિવસ લાગ્યા હતા. ફિલ્મના 24 વર્ષ પછી કરિશ્માએ જણાવ્યું કે તેમણે આ  સીન કરતી વખતે ધ્રૂજારી ચડી ગઈ હતી. તે એજ વિચારતી હતી કે ક્યારે આ kissing સીન ખતમ થશે. કારણ કે ફેબ્રુઆરીના મહિનામાં ઊટીમાં એટલી ઠંડી હતી અને સીન સાંજે 6 વાગ્યે શૂટ કરવામાં આવ્યો હતો.

ઇમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવતનો kissing સીન

2/8
image

2004માં રિલિઝ થયેલી મહેશ ભટ્ટની ફિલ્મ મર્ડરમાં ઇમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવત વચ્ચેનો ઇન્ટીમેટ લવ સીન આજે પણ કોઈ ભૂલી શકે તેમ નથી. ઇમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવતનો લિપલૉક સીન ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો.ફિલ્મની સ્ટોરી કરતા લોકોને  kissing સીનમાં વધારે રસ હતો.

શશી કપૂર અને જીનત અમાનનો kissing સીન

3/8
image

સત્યમ્ શિવમ્ સુંદરમ્ ફિલ્મ શશી કપૂરની સૌથી વિવાદિત મુવી હતી. શશી કપૂરની આ પ્રથમ ફિલ્મ હતી કે જેમાં તેમને તેમના શર્મીલા અંદાજને છોડીને ઓનસ્ક્રીન kiss કરી હતી. આ ફિલ્મમાં વધુ પડતા બોલ્ડ સીન આપવાને લઈને જીનત અમાન પણ વિવાદમાં આવી હતી.આ ફિલ્મના ડાયરેક્ટર શશી કપૂરના ભાઈ રાજ કપૂર હતા.

જીયા સાથે અમિતાભનો kissing સીન

4/8
image

44 વર્ષ મોટા બીગ બી સાથે 18 વર્ષની જીયાએ લીપલૉક કરી મચાવી દીધો હતો હંગામો.બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને જીયા ખાનની 2007માં આવેલી ફિલ્મ 'નિશબ્દ'ને લઈને ખૂબ વિવાદ થયો હતો. આ ફિલ્મના ડાયરેક્ટર  રામ ગોપાલ વર્મા હતા.

એશ્વર્યા અને રિતિકનો kissing સીન

5/8
image

2006માં રિલિઝ થયેલી ધૂમ 2માં એશ્વર્યાએ રિતિક રોશન સાથે લિપલૉક સીન આપ્યો હતો.એશ્વાર્યા ભાગ્યે જ આવા બોલ્ડ સીન આપે છે.આ ફિલ્મમાં બોલ્ડ સીન આપ્યા બાદ બચ્ચન પરિવાર નારાજ હોવાની પણ ખબરો સામે આવી હતી.આ ફિલ્મ રિલિઝ થયા બાદ 2007માં અભિષેક અને એશ્વર્યાના લગ્ન થયા હતા.

દિશા પટણી અને આદિત્ય રોય કપૂરનો kissing સીન

6/8
image

મલંગ ફિલ્મમાં દિશા પટણી અને આદિત્ય રોય કપૂરની લીપકિસની ખૂબ ચર્ચા થઈ હતી.ફિલ્મના પોસ્ટર પણ એજ રીતે હતા જેથી રિલિઝ થયા પહેલાં જ તે ચર્ચામાં હતી. ફિલ્મની અભિનેત્રી અને અભિનેતાએ જણાવ્યું હતું કે 10 કલાક પાણીની અંદર રહીને આ સીન કરવામાં આવ્યો હતો જે ખૂબ મુશ્કેલ હતો.

રણવીર સિંહ અને વાણી કપૂરના kissing સીન

7/8
image

'બેફિક્રે' ફિલ્મમાં રણવીર સિંહ અને વાણી કપૂરના  23 વખત કિસ સીન છે.'બેફિક્રે' ફિલ્મના કિસીગ સીનની ખૂબ ચર્ચા હતી.

દિયા ચક્રવર્તી અને વરુણ મિત્રાનો kissing સીન

8/8
image

મહેશ ભટ્ટની ફિલ્મ જલેબીમાં દિયા ચક્રવર્તી અને વરુણ મિત્રાનું ટ્રીમ લીપલૉક ખૂબ પોપ્યુલર થયું. આ ફિલ્મના પોસ્ટરમાં રીયા ટ્રેનની બારીમાંથી બહાર આવીને વરુણને KISS કરતી દેખાઈ રહી છે.