World Cup 2023: વર્લ્ડકપ 2023 માં રમનાર 5 સૌથી અમીર ખેલાડી, લિસ્ટમાં 2 ભારતીય સામેલ
Odi World Cup 2023: ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન વર્લ્ડ કપ 2023નું આયોજન થવા જઈ રહ્યું છે. 45 દિવસ સુધી ચાલનારી આ મેગા ઈવેન્ટમાં 10 ટીમો વચ્ચે કુલ 48 મેચો રમાશે. આ મેચો ભારતના 10 અલગ-અલગ શહેરોમાં રમાશે. આ વર્લ્ડ કપમાં રમી રહેલા 5 સૌથી ધનિક ખેલાડીઓની યાદીમાં 2 ભારતીયોનો સમાવેશ થાય છે.
વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં રમનાર સૌથી અમીર ખેલાડી વિરાટ કોહલી (Virat Kohli) છે. રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલી (Virat Kohli) ની સંપત્તિ 950 કરોડ રૂપિયાથી વધુ છે.
ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સ (Pat Cummins) આ યાદીમાં બીજા સ્થાને છે. પેટ કમિન્સ (Pat Cummins) ની અંદાજે સંપત્તિ 350 કરોડ રૂપિયાથી વધુ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ યાદીમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) નું નામ ત્રીજા નંબર પર આવે છે. રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્મા (Rohit Sharma) 210 કરોડ રૂપિયાથી વધુની પ્રોપર્ટીનો માલિક છે.
આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ (Steven Smith) ચોથા સ્થાને છે. સ્ટીવ સ્મિથ (Steven Smith) ની સંપત્તિ 200 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.
આ યાદીમાં ઓસ્ટ્રેલિયન ટીમનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક (Mitchell Starc) પણ સામેલ છે. ઝડપી બોલર મિશેલ સ્ટાર્ક (Mitchell Starc) 150 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિનો માલિક છે.
Trending Photos