South India: માર્ચમાં ફરવા માટે બેસ્ટ છે સાઉથના આ 5 સ્થળ, જન્નત જેવો થશે અહેસાસ

Best Places To Visit In March in South India: દર વર્ષે માર્ચ મહિનામાં ફરવાના શોખીન લોકો માટે ખાસ હોય છે. આ એક એવી સિઝન હોય છે જેમાં ના તો ઠંડી, ના તો વરસાદ, ના તો ગરમી હોય છે. આ મહિનામાં ફરવાની એક અલગ જ મજા હોય છે. દક્ષિણ ભારત પોતાની નેચરલ બ્યૂટી, રિચ કલ્ચર અને ઐતિહાસિક સ્થળો માટે પ્રસિદ્ધ છે. 

ઉટી (Ooty),તમિલનાડુ

1/5
image

ઊટીને "પહાડોની રાણી" તરીકે ઓળખવામાં આવે છે. આહલાદક આબોહવા, લીલીછમ ટેકરીઓ, ચાના બગીચા અને મોહક તળાવો પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે. ઊટીમાં તમે બોટિંગ, ટ્રેકિંગ અને ઘોડેસવારી જેવી પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો.

મુન્નાર (Munnar), કેરલ

2/5
image

મુન્નાર એક સુંદર હિલ સ્ટેશન છે. આ જગ્યાને 'ઇશ્વરનો દેશ' પણ કહેવામાં આવે છે. અહીંની લીલીછમ પહાડીઓ, ચાના બગીચા, ઝરણા અને નેચરલ બ્યૂટી ટૂરિસ્ટોને મંત્રમુગ્ધ કરી દે છે. મુન્નારમાં તમે ટ્રેકિંગ, બોટીંગ અને સાઇકલ ચલાવવા જેવી એક્ટિવિટીનો આનંદ માણી શકો છો. 

એલેપ્પી (Alappuzha), કેરલ

3/5
image

એલેપ્પી 'પૂર્વનું વેનિસ' પણ કહેવામાં આવે છે. અહીંની શાંત બેકવાટ્સ, હાઉસબોટ, અને નેચરલ બ્યૂટી ટૂરિસ્ટોને આકર્ષિત કરે છે એલેપ્પીમાં તમે હાઉસબોટમાં રહીને backwaters નો આનંદ માણી શકો છો. અહીં તમે આયુર્વેદિક મસાજ કરાવી શકો છો અને સ્થાનિક ડિશનો આનંદ માણી શકો છો. 

હમ્પી (Hampi), કર્ણાટક

4/5
image

હમ્પી, વિજયનગર સામ્રાજ્યની પ્રાચીન રાજધાની, તેના ઐતિહાસિક મહત્વ અને ભવ્ય સ્થાપત્ય માટે પ્રખ્યાત છે. અહીં તમે ઘણા મંદિરો, મહેલો અને સ્મારકો જોઈ શકો છો. હમ્પીમાં ટ્રેકિંગ અને બોટિંગ જેવી પ્રવૃત્તિઓ પણ ઉપલબ્ધ છે જે પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે.

મૈસૂર (Mysore), કર્ણાટક

5/5
image

મૈસુરને "મહારાજાઓનું શહેર" કહેવામાં આવે છે. અહીંના ભવ્ય મહેલો, મંદિરો અને બગીચા પ્રવાસીઓને આકર્ષે છે. મૈસૂરમાં તમે મૈસુર પેલેસ, ચામુંડી હિલ્સ અને વૃંદાવન ગાર્ડન્સ જેવા પ્રખ્યાત સ્થળોની મુલાકાત લઈ શકો છો.