IPL 2019: IPLમાં ક્રિસ ગેલના ટોપ-3 રેકોર્ડ
ક્રિસ ગેલ ટી20 ક્રિકેટના સૌથી મહાનતમ બેટ્સમેનોમાંથી એક છે. તે વિશ્વમાં રમાતી દરેક ટી0 લીગમાં રમે છે અને પોતાની વિસ્ફોટક બેટિંગની સાથે વિશ્વભરના દર્શકોનું મનોરંજન કરે છે.
વિશ્વભરમાં આ વેસ્ટઈન્ડિઝ ખેલાડીના લાખો પ્રશંસક છે, પરંતુ ભારતમાં આ સંખ્યા કરોડોમાં છે. આઈપીએલને કારણે તેની લોકપ્રિયતામાં ખૂબ વધારો થયો છે. ટી20માં તેની બેટિંગ જોવા માટે દર્શકો રાહ જોતા હોય છે.
ગેલ અત્યાર સુધી આઈપીએલમાં ત્રણ ફ્રેન્ચાઝઇી માટે મેદાનમાં ઉતર્યો છે, જેમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ, રોયલ ચેલેન્જર બેંગલુરૂ અને કિંગ્સ ઇલેવન પંજાબ સામેલ છે. ત્રણેય ફ્રેન્ચાઇઝી માટે ગેલે અનેક રેકોર્ડ બનાવ્યા છે. આજે આપણે ગેલે આઈપીએલમાં બનાવેલા ટોપ-3 રેકોર્ડ વિશે વાત કરીશું.
એક બેટ્સમેન દ્વારા સૌથી વધુ એવરેજ (ઓછામાં ઓછા 50 મેચ)
ક્રિસ ગેલને ટી20 ક્રિકેટનો યૂનિવર્સલ બોસ કહેવામાં આવે છે. તે ઝડપથી રન બનાવવા ઉપરાંત બોલરોની લાઇન બગાડવા માટે જાણીતો છે.
આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ગેલ 9માં સ્થાન પર આવે છે. પરંતુ મહત્વની વાત છે કે આ યાદીમાં જે દિગ્ગજ ખેલાડીઓનું નામ છે, ગેલની એવરેજ બધા કરતા વધારે છે.
ગેલે પોતાના આઈપીએલ કરિયરમાં અત્યાર સુધી 3 મેચ રમી છે, જેમાં તેણે 150.7ની ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી 41.2ની એવરેજથી 3994 રન બનાવ્યા છે.
આઈપીએલમાં સૌથી વધુ સદી
ગેલે આઈપીએલમાં અત્યાર સુધી 6 સદી ફટકારી છે. ગેલ બાદ આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર વિરાટ કોહલી અને શેન વોટસન છે. બંન્નેના નામે ચાર-ચાર સદી છે. એટલું જ નહીં ગેલે આ સદી ફટકારવા માટે વિરાટ કરતા 51 અને વોટસન કરતા 5 મેચ ઓછી રમી છે.
ગેલે પાંચ સદી આરસીબી માટે રમતા બનાવી છે, જેમાં આઈપીએલમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 175* પણ સામેલ છે. ગેલે આઈપીએલની છઠ્ઠી સદી પંજાબ માટે રમતા ગત સિઝનમાં બનાવી હતી.
એક સિઝનમાં બે વખત 700 અને 3 વાર 600થી વધુ રન
આઈપીએલની દરેક સિઝનમાં ગેલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. પરંતુ દરેક ખેલાડી સાથે ખરાબ સમય આવે છે, જ્યારે તેના બેટથી રન નિકળતા નથી. આવું ગેલ સાથે પણ થયું છે. 2011માં કોલકત્તાએ તેને રિટેન ન કર્યો. ત્યારબાદ તે આરસીબીની ટીમમાં સામેલ થયો અને તેણે રનનો ઢગલો કર્યો હતો.
અત્યાર સુધી આઈપીએલના ઈતિહાસમાં કુલ 6 વખત થયું છે કે, કોઈ બેટ્સમેને એક સિઝનમાં 700થી વધુ રન બનાવ્યા છે. તો ગેલે બે વાર આ સિદ્ધિ મેળવી છે. તેણે આઈપીએલ 2012માં 733 અને 2013માં 703 રન બનાવ્યા હતા.
આ સાથે એક આઈપીએલની સિઝનમાં સૌથી વધુ વખત 600થી વધુ રન બનાવવા મામલે પણ ગેલ આગળ છે. તેણે 3 વખત આ સિદ્ધિ મેળવી છે.
Trending Photos