Photos: સૌથી વધુ મતો મેળવનારા 10 મહિલા સાંસદ, ગુજરાતના આ મહિલા નેતાએ તો 75% જેટલા મત મેળવ્યા હતા
Lok Sabha Election 2024: દેશમાં અડધો અડદ વસ્તી ધરાવતી મહિલાઓની જન પ્રતિનિધિત્વમાં ભાગીદારી કેટલી અને કેવું પરફોર્મન્સ? તો તમને જણાવી દઈએ કે અહીં અમે તમને એવા કેટલાક મહિલા રાજનેતાઓ વિશે જણાવીશું, જેઓ સૌથી વધુ મતો મેળવીને વટ કે સાથે સંસદ પહોંચ્યા હતા. જેમાંથી 2 સાંસદ ગુજરાતના છે. અહીં જો કે એ પણ કહેવું પડે કે આટ આટલું જબરદસ્ત પરફોર્મન્સ કરવા છતાં અનેક એવા મહિલા નેતાઓ છે જેમને આ વખતની ચૂંટણીમાં ટિકિટ અપાઈ નથી.
રંજનબેન ભટ્ટ (Ranjanben Bhatt)
રંજનબેન ભટ્ટ ભાજપના ઉમેદવાર તરીકે વડોદરા બેઠકથી ચૂંટણી લડ્યા હતા અને તેમને 2019માં 8,83,719 મત મળ્યા હતા. ટકાવારી પ્રમાણે તેઓએ 72.30 ટકા મત મેળવ્યા હતા.
પ્રીતમ મુંડે (Pritam Munde)
ભાજપના ઉમેદવાર તરીકે પ્રીતમ મુંડેએ મહારાષ્ટ્રના બીડથી 9,22,416 મત મેળવ્યા હતા. તેમણે 6,96,321 લીડથી જીત મેળવી હતી જે ભારતના ચૂંટણી ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું અંતર છે. મતોની ટકાવારી મુજબ તેમને 71.05 ટકા મત મળ્યા હતા. તેઓ ગોપીનાથ મુંડેના પુત્રી છે.
રાણી ઓજા (Gauhati MP Queen Oja)
2019માં ભાજપના નેતા રાણી ઓજા ગુવાહાટી આસામની બેઠકથી 10,08,936 મત મેળવીને જીત્યા હતા. મતોની ટકાવારી જોઈએ તો 57.20 ટકા મત મળ્યા હતા.
દિયા કુમારી (Diya Kumari)
રાજવી પરિવારના દિયા કુમારી ભાજપના ઉમેદવાર તરીકે રાજસ્થાનના રાજસમંદથી ચૂંટણી લડ્યા હતા અને તેમને 8,63,039 મત મળ્યા હતા. ટકાવારી પ્રમાણે તેમને 69.61 ટકા મત મળ્યા હતા.
પ્રજ્ઞા સિંહ ઠાકુર (Pragya Singh Thakur)
ફાયર બ્રાન્ડ મહિલા નેતા પ્રજ્ઞા સિંહ ઠાકુરે 61.54 ટકા મત મેળવ્યા હતા અને કુલ મત જોઈએ તો તેમને 8,83,719 મત મળ્યા હતા.
સુમિત્રા મહાજન (Sumitra Mahajan)
2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના સુમિત્રા મહાજન મધ્ય પ્રદેશના ઈન્દોર બેઠકથી ચૂંટણી લડ્યા હતા અને તેમને 8,54,972 ટકા મત મળ્યા હતા. ટકાવારી મુજબ 64.93 ટકા મત મળ્યા હતા.
સજદા અહેમદ (Sajda Ahmed)
બંગાળના ઉલુબેરિયાથી 2018ની ચૂંટણી લડી ચૂકેલા તૃણમૂલ કોંગ્રેસના સજદા અહેમદ 7,67,556 મત મળ્યા હતા. તેમને 61 ટકા મત મળ્યા હતા. 2019માં પણ તેઓ ફરી ચૂંટાઈ આવ્યા હતા.
દર્શના જરદોશ (Darshana Jardosh)
2019માં ભાજપના દર્શનાબેન જરદોશ ગુજરાતની સુરત બેઠકથી ચૂંટણી લડ્યા હતા અને તેમને 7,95,651 મતો મળ્યા હતા. તેઓ 74.47 ટકા મત મેળવી ગયા હતા. દર્શના જરદોશ ગુજરાતમાંથી ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા હતા. તેઓ એક માત્ર મહિલા હતા જેઓ 75 ટકા જેટલા મત મેળવીને સંસદમાં પહોંચ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં પણ તેઓ સુરતથી ચૂંટણી લડ્યા હતા અને તેમણે 76.6 ટકા વોટશેર મેળવ્યો હતો. જે 2014ની ચૂંટણી માટે એક રેકોર્ડ બન્યો હતો.
નુસરત જહાં રૂહી (Nusrat Jahan)
અભિનેત્રીમાંથી રાજનેતા બનેલા તૃણમૂલ કોંગ્રેસ નેતા નુસરત જહા 2019માં બંગાળના બસીરહાટથી ચૂંટણી લડ્યા હતા અને તેમણે 7,82,078 મતો મેળવ્યા હતા. ટકાવારી પ્રમાણી તેમને 54.56 ટકા મત મળ્યા હતા. ગ્લેમરસ મહિલાનો બંગાળમાં દબદબો છે પણ ટીડીપીએ આ ચૂંટણીમાં ટિકિટ આપી નથી.
બિજોયા ચક્રવર્તી (Bijoya Chakravarty)
ભાજપના બિજોયા ચક્રવર્તી આસામના ગુવાહાટીથી 2014માં ચૂંટણી લડ્યા હતા અને તેમને 764985 મત મળ્યા હતા. ટકાવારી જોઈએ તો તેમને 50.60 ટકા મત મળ્યા હતા. આમ લોકસભામાં આ મહિલા ઉમેદવાર વનવે વિજેતા બન્યા હતા.
Trending Photos