Stock Market Today: આજે આ ટોપ 10 શેર પર રહેશે રોકાણકારોની નજર: જાણો કયામાં આવશે તેજી અને કયામાં ઘટાડો?

Stock Market Today: જો તમે પણ શેર બજારમાં રોકાણને લઈને રસ ધરાવો છો તો આ અહેવાલ તમારા કામનો બની શકે છે. જી હા. બજાર પર નજર રાખનારને એ જાણકારી હોવી જોઈએ કે કઈ કંપનીને લઈને શું અપડેટ આવી રહ્યા છે. અઠવાડિયાના પહેલા કારોબારી દિવસ સોમવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. શુક્રવારે પણ બજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા અને આખરે અડધા ટકાના ઘટાડા સાથે બંધ થયું. પરંતુ આજના કારોબારમાં એચડીએફસી બેંક, સ્વિગી, વેદાંતા, ઝોમેટો, માઈન્ડસ્પેસ રીટ, રિલાયન્સ એન્ટરપ્રાઇઝ વગેરે શેરો પર અલગ અલગ કારણોથી ફોક્સ રહેશે.

1/9
image

એચડીએફસી બેંકને સેબી તરફથી એક અઠવાડિયામાં બીજી વાર ચેતવણી મળી છે. સેબી તરફથી આ ચેતવણી લિસ્ટિંગ રેગુલેશન્સનું પાલન ના કરતા અને ગ્રુપ હેડ ઓફ મોર્ટગેજ બિઝનેસ અરવિંદ કપિલના રાજીનામાની જાણકારીમાં વિલંબના કારણે આપવામાં આવી છે. બેંકે સેબીના લિસ્ટિંગ ધોરણો હેઠળ નિર્ધારિત સમય મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે.

2/9
image

અહેવાલો અનુસાર નાણામંત્રીની અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સિલ ફૂડ ડિલીવરી કંપનીઓ તરફથી આપવામાં આવતી સર્વિસ પર જીએસટી ઘટાડી શકે છે. જીએસટી કાઉન્સિલ તરફથી તેણે 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરી શકે છે.

3/9
image

સોમવારે દિગ્ગજ મેટલ કંપની વેદાંતાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે નાણાંકીય વર્ષ 2024-25 માટે 8.5 રૂપિયા પ્રતિ શેરનો ચોથા વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી હતી. તેના પર કંપનીએ કુલ 3,324 કરોડ રૂપિયા ખર્ચવા પડશે.

4/9
image

દિલ્હી હાઈકોર્ટે સ્પાઈસજેટના સીઓઓ અને સીઈઓને એરક્રાફ્ટ એન્જીન લીઝિંગ કંપનીઓને $603,000 થી વધુની લેણી રકમ ચૂકવવાના આદેશનું પાલન કરવા અરજીમાં કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

5/9
image

ગ્રેવિટા ઈન્ડિયાનો ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ પ્લેસમેન્ટ સોમવારે ખૂલ્યો અને કંપનીના પ્રતિ શેર 2,206.49 રૂપિયાના ફ્લોર પ્રાઈસ નક્કી કરી છે જે 1.6 ટકાની છૂટ પર છે.

6/9
image

ઈનકમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યૂનલ તરફથી એક કંપનીના પક્ષમાં આદેશ આપવામાં આવ્યો છે. કંપનીએ મર્જર હેઠળ હસ્તગત કરેલી સંપત્તિ પર અવમૂલ્યનની મંજૂરી ન આપવા સામે અપીલ કરી હતી. આ ઓર્ડરથી કંપનીની સંભવિત જવાબદારીમાં રૂ. 3,500 કરોડનો ઘટાડો થશે.

7/9
image

રેલટેલ કોર્પ નામની એક કંપનીને સરકાર તરફથી એક મોટું કામ આપવામાં આવ્યું છે. આ કામ સરકારના ગોદામો સાથે જોડાયેલું છે, જેણે કેન્દ્રીય ભંડરણ નિગમ સંભાળે છે. આ કામના બદલામાં રેલટેલ કોર્પને 37.99 કરોડ રૂપિયા મળશે.

8/9
image

વિપ્રો એક નાની કંપની એપ્લાઈડ વેલ્યૂ ટેક્નોલોજીને ખરીદવા જઈ રહી છે. વિપ્રો આ કંપનીના 100 ટકા ભાગ ખરીદી લેશે. તેના માટે વિપ્રોને 40 કરોડ ડોલર આપવા પડશે.

9/9
image

વીમા નિયામક IRDAI એ રેલિગેયર કંપનીની શાખા Care Health Insurance ને એક શો કોજ નોટિસ (SCN) અને સલાહ પત્ર  (LoA) જાહેર કર્યું છે. આ કાર્યવાહી 30 ઓગસ્ટ 2021થી 9 સપ્ટેમ્બર 2021ની વચ્ચે કરવામાં આવેલી તપાસના આધાર પર કરવામાં આવી છે.

Disclaimer: ઝી ન્યૂઝ કોઈ રોકાણ સલાહ આપતું નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.