એક સમયે Appleમાંથી જેમને કાઢી મૂકયા હતા, તે સ્ટીવ જોબ્સની આજે પુણ્યતિથિ

આજે એક ન્યૂઝ બ્રેક થયા. ગૂગલને પછાડીને એપ્પલ મોટી બ્રાન્ડ બની. એપ્પલનો પાયો નાંખનાર સ્ટીવ જોબ્સની પુણ્યતિથિએ આજે આવા સમાચાર મળવા એ એપ્પલ માટે બહુ જ મોટી સિદ્ધિ છે. પેન્ક્રીયાઝા કેન્સરથી ઝઝૂમી રહેલા સ્ટીવ જોબ્સે 5 ઓક્ટોબર, 2011ના રોજ દમ તોડ્યો હતો. સ્ટીવ જોબ્સને હંમેશા બિઝનેસ ટાયકૂન તરીકે યાદ કરાયા છે. જે કમ્પ્યૂટર, લેપટોપ અને મોબાઈલ ફોન બનાવનારી આજની સૌથી મોટી બ્રાન્ડ એપ્પલના સંસ્સથાપક અને સીઈઓ હતા. તેઓ પિક્સર એનિમેશન સ્ટુડિયોઝના પણ મુખ્ય કાર્યકારી અધિકારી રહ્યા હતા. પરંતુ તેમની જિંદગીની સૌથી મોટી હકીકત એ પણ છે કે, તેમને એક સમયે એપ્પલની નોકરીમાંથી હાંકી કઢાયા હતા. 

1/3
image

સ્ટીવ જોબ્સે વર્ષ 1973 સુધી અનેક કંપનીઓમાં નોકરી કરી. તેમની છેલ્લી નોકરી અટારીમાં ટેકનિશ્યન તરીકેની હતી. તેમણે આ નોકરી છોડી અને આધ્યાત્મની શોધમાં નીકળી પડ્યા. અનેક દેશોની મુસાફરી કર્યા બાદ તેઓ ફરીથી 1975માં અમેરિકા પહોંચ્યા હતા. વર્ષ 1976માં, સ્ટીવ વોજનિયાકે મેકિનટોશ એપ્પલ 1 કમ્પ્યૂટરની શોધ કરી હતી. જ્યારે આ કમ્પ્યૂટર તેમણે સ્ટીવ જોબ્સને બતાવ્યું, તો તેમણે તેને વેચી દેવાની સલાહ આપી. ત્યાર બાદ બંનેએ એક ગેરેજમાં બેસીને એપ્પલ કમ્પ્યૂટર બનાવવાની શરૂઆત કરી. બાદમાં તેને બનાવવા માટે ઈન્ટેલ તથા એન્જિનિયર માઈકલ મારકકુલ્લા પાસેથી રૂપિયા પણ ઉધાર લીધા હતા. બસ, અહીંથી તેમની ગાડી નીકળી પડી. 8 વર્ષની અંદર એપ્પલ મોટી કંપની બની ગઈ હતી. 

2/3
image

વર્ષ 1985માં કંપની બોર્ડ નિર્દેશકોએ સ્ટીવ જોબ્સને અધ્યક્ષ તેમજ અન્ય પદો પરથી હટાવી દીધા હાત. એપ્પલમાંથી તેમનો રોલ નીકળી ગયો હતો. એપ્પલમાંથી હાંકી કાઢ્યા બાદ સ્ટીવ પોતાની નેકસ્ટ ઈંન્ક કંપનીના કામમાં લાગી ગયા હતા. પંરતુ વર્ષ 1996માં એપ્પલની નાવડી ડૂબવા લાગી એટલે કંપનીને સ્ટીવ જોબ્સ યાદ આવ્યા હતા. તેમને ફરીથી સીઈઓ પદે નવાજવામાં આવ્યા હતા. તેમણે વર્ષ 1998માં આઈમેક લાવીને કંપનીનું બ્રાન્ડિંગ ફરીથી મેળવ્યું હતું. 

3/3
image

તમને જાણીને આશ્ચર્ય થશે કે, સ્ટીવ જોબ્સનું ભારત સાથે મોટું કનેક્શન છે. તેઓ આધ્યાત્મિકતાની શોધમાં ભારત આવ્યા હતા. અહીંથી પરત ફર્યા બાદ જે તેમની કિસ્મત પલટાઈ ગઈ હતી. 1974માં તેઓ પોતાના કેટલાક મિત્રો સાથે ભારતના કારોલી બાબાને મળવા પહોંચ્યા હતા. પરંતુ જ્યારે તેઓ કારોલી બાબાના આશ્રમમાં પહોંચ્યા ત્યારે તેમને માલૂમ પડ્યું કે, તેમનું મૃત્યુ 1973માં જ થઈ ગયું હતું. તેના બાદ તેમણે હૈડખન બાબાને મળવાનો વિચાર કર્યો. જેમના માધ્યમથી તેમણે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ખાસ્સો સમય વિતાવ્યો હતો. સાત મહિના ભારતમાં રહ્યા બાદ તેઓ પરત અમેરિકા જતા રહ્યા હતા. અહીં તેમણે પોતાનામાં ધડમૂળથી ફેરફારો કર્યા હતા. માથુ મુંડાવી નાંખ્યું હતું, પારંપરિક ભારતીય વસ્ત્રો પહેરવાનું શરૂ કર્યું હતું, તો સાથે જ જૈન, બૌદ્ધ ધર્મો સાથે વધુ સંકળાતા ગયા હતા.