Monsoon Insects: સાંજ પડે ને ઘરમાં ઘુસી જાય છે પાંખવાળી જીવાત ? ફોલો કરો આ ટીપ્સ, ઘરની આસપાસ પણ નહીં ફરકે જીવજંતુ

Get Rid Of Monsoon Insects: વરસાદી વાતાવરણમાં ચારે તરફ હરિયાળી અને ઠંડક પ્રસરી જાય છે. પરંતુ તેની સાથે પાંખવાળા જીવજંતુઓના ઝુંડ પણ વધી પડે છે. સાંજે ઘરની લાઈટ શરૂ થતા જ આવા જીવજંતુઓ ઘરમાં ઘૂસવા લાગે છે. વરસાદી વાતાવરણમાં વધી જતી પાંખવાળી જીવાતને ઘરથી દૂર રાખવી જરૂરી હોય છે. આજે તમને ખૂબ જ સરળ ટિપ્સ જણાવીએ જેની મદદથી તમે આવી જીવાતને ઘરથી દૂર રાખી શકો છો.

ઘરને રાખો કોરું અને સ્વચ્છ 

1/7
image

ભેજવાળા વાતાવરણ તરફ આવી જીવાત ઝડપથી આકર્ષિત થાય છે. તેથી ચોમાસા દરમિયાન ઘરની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપો. ઘરમાં કોઈપણ જગ્યાએ પાણી જમા ન થાય તે વાતનું ધ્યાન રાખો અને ઘરમાં સ્વચ્છતા જાળવો.

કીટનાશક સ્પ્રે 

2/7
image

જો તમે એવી જગ્યાએ રહેતા હોય જ્યાં આસપાસ હરિયાળી વધારે હોય તો જીવજંતુઓને ઘરથી દૂર રાખવા માટે કીટનાશક સ્પ્રેનો ઉપયોગ કરો. ઘરના ગાર્ડનમાં આ પ્રકારના સ્પ્રે છાંટી દેવાથી જીવજંતુઓનો ઉપદ્રવ અટકે છે. 

સુરક્ષા જાળી 

3/7
image

મોટાભાગે જીવજંતુઓ દરવાજાની ખુલ્લી જગ્યા અને બારીમાંથી ઘરમાં ઘુસે છે. તેથી બારી દરવાજામાં નેટ લગાવવી ઉત્તમ ઉપાય રહે છે. સુરક્ષા જાળી લગાડ્યા પછી બારી દરવાજામાંથી જીવજંતુઓ ઘરમાં ઘૂસી નહીં શકે. 

લીમડાનું તેલ 

4/7
image

પાંખવાળી જીવાત લાઈટથી આકર્ષિત થતી હોય છે. તેવામાં લાઈટની આસપાસ લીમડાના તેલનો છંટકાવ કરી દેવો. તેનાથી જીવજંતુઓ દૂર ભાગશે. 

ડસ્ટબિન રાખો સાફ

5/7
image

ઘરનો કચરો અને વધેલુ ભોજન ડસ્ટબિનમાં ફેકવામાં આવે છે. ચોમાસા દરમિયાન ડસ્ટબીનની સફાઈ પર પણ ખાસ ધ્યાન રાખવું. જો તમે વધેલું ભોજન ડસ્ટબિનમાં ફેકતા હોય તો તેને ઢાંકીને રાખો. ડસ્ટબિનને નિયમિત ખાલી કરીને સાફ રાખશો તો વાંદા, ગરોળી જેવા જીવજંતુઓ આકર્ષિત થશે નહીં. 

વેન્ટિલેશનનું ધ્યાન રાખો 

6/7
image

ચોમાસા દરમિયાન જ્યારે તડકો નીકળે ત્યારે ઘરમાં પ્રોપર વેન્ટિલેશન હોય તે વાતનું ધ્યાન રાખો. ઘરમાં સતત ભેજવાળું વાતાવરણ રહેશે તો જીવજંતુઓ વધવા લાગશે. તેથી નિયમિત રીતે બારી દરવાજા ખોલી ઘરમાં તાજી હોવાની અવરજવર થાય અને તડકો આવે તે વાતનું ધ્યાન રાખો.

7/7
image