PHOTOS: દુનિયાના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં PM મોદી, આયુષ્યમાન ખુરાના સામેલ

દુનિયાના સૌથી પ્રભાવશાળી નેતાઓની યાદીમાં એકવાર ફરીથી પીએમ નરેન્દ્ર મોદીનું નામ સામેલ છે. 

નવી દિલ્હી: દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત મેગેઝીનમાંથી એક TIMEએ વર્ષ 2020ના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી જાહેર કરી છે. દર વર્ષે આ યાદી બહાર પાડવામાં આવે છે. જેમા અલગ અલગ ક્ષેત્રોના લોકોનો સમાવેશ કરાય છે. દુનિયાના સૌથી પ્રભાવશાળી નેતાઓની યાદીમાં એકવાર ફરીથી પીએમ નરેન્દ્ર મોદીનું નામ સામેલ થયું છે. 

યાદીમાં પીએમ મોદી એકમાત્ર ભારતીય રાજનેતા

1/5
image

દુનિયાભરના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં ટાઈમે આ વર્ષે લગભગ બે ડઝન જેટલા નેતાઓને સામેલ કર્યા છે જેમનો કોઈને કોઈ રીતે દુનિયાભરમાં પ્રભાવ રહ્યો છે. આ યાદીમાં પીએમ મોદી એકમાત્ર ભારતીય રાજકીય નેતા છે. લખ્યું છે કે લોકતંત્રમાં જેને સૌથી વધુ મત મળ્યા તે જ સૌથી મોટા નેતા છે. 

ભારત સૌથી મોટો લોકશાહી દેશ

2/5
image

વધુમાં લખ્યું છે કે લોકતંત્રના અનેક પહેલુ છે જેમાં જેમણે જીતેલા નેતાને મત નથી આપ્યા તેમના હકની પણ વાત હોય છે. ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. જ્યાં દરેક ધર્મના લોકો રહે છે. 

આયુષ્યમાન ખુરાના પણ સામેલ

3/5
image

આ યાદીમાં બોલિવૂ઼ડના અભિનેતા આયુષ્યમાન ખુરાનાનું નામ પણ સામેલ છે. ટાઈમની આ યાદીમાં ભારતીય મૂળના સુંદર પિચાઈનું પણ નામ છે. 

ડોનાલ્ડ ટ્રમ્પ, જો બિડેન, કમલા હેરિસ પણ યાદીમાં

4/5
image

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ આ યાદીમાં સમાવેશ થયો છે. અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર કમલા હેરિસ પણ આ યાદીમાં સામેલ છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો  બિડેન પણ છે. અન્ય નેતાઓમાં એન્જેલા મર્કલ, નેન્સી પોલોસી જેવા મોટા નેતાઓ પણ સામેલ છે. 

શાહીન બાગ વિરોધ પ્રદર્શનનો ચહેરો બિલ્કિસ બાનુ

5/5
image

આ યાદીમાં શાહીન બાગમાં થયેલા નાગરિકતા કાયદાના વિરોધ પ્રદર્શનનો ચહેરો બનેલા બિલ્કિસ દાદીનું પણ નામ છે. નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ દિલ્હીમાં શાહીન બાગમાં પ્રદર્શન થયું હતું. જ્યાં શાહીન બાગના દાદી તરીકે દુનિયામાં નામના મેળવી હતી. 82 વર્ષના દાદીને ટાઈમે પ્રભાવશાળી વ્યક્તિઓની પોતાની યાદીમાં જગ્યા આપી છે.