ગણતરીના કલાકોમાં 3 પાવરફૂલ ગ્રહ વૃષભમાં ભેગા થશે, 3 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ થશે, બંપર ધનલાભ કરાવશે

Grah Gochar 2024: બુધ, સૂર્ય અને શુક્ર વૃષભ રાશિથી મિથુન રાશિમાં જલદી ગોચર કરશે જેના પગલે ત્રણ ગ્રહોની યુતિ બની રહી છે. આ યુતિ કિટલાક લોકોને ખુબ લાભ કરાવશે. જાણો તે લકી રાશિઓ વિશે...

1/6
image

જ્યોતિષ મુજબ ગ્રહોનો સીધો સંબંધ રાશિઓ સાથે હોય છે અને રાશિઓનું વ્યક્તિના જીવન સાથે. આવામાં જો ગ્રહ ગોચર થાય કે ગ્રહો દ્વારા રાશિઓમાં કોઈ પણ પ્રકારો ફેરફાર થાય તો વ્યક્તિના જીવનમાં ઉતાર ચડાવ થઈ શકે છે. ગ્રહોનું એક રાશિમાંથી બીજી  રાશિમાં પ્રવેશ કરવું અન્ય રાશિઓ માટે ફાયદાકારક કે લાભદાયક હોઈ શકે છે. આગામી દિવસોમાં એક કે બે નહીં પરંતુ ત્રણ ગ્રહોની એક સાથે યુતિ થવા જઈ રહી છે. તેનું શુભ ફળ 12 રાશિઓમાથી 3 રાશિના જાતકોને મળવાનું છે. ગ્રહોના રાજા સૂર્ય, સૌથી નાના ગ્રહ બુધ અને છઠ્ઠા સૌથી મોટા ગ્રહ શુક્ર એક સાથે મિથુન રાશિમાં ગોચર કરશે. 

2/6
image

હાલ બુધ, સૂર્ય અને શુક્ર વૃષભ રાશિમાં બિરાજમાન છે. 14 જૂન 2024ના રોજ ત્રણેય ગ્રહ એક સાથે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ત્રણેય ગ્રહોની યુતિની સાથે ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે. જેનું શુભ ફળ મિથુન રાશિના જાતકોને મળશે. આ ઉપરાંત તે 3 મોટા ગ્રહ બે અન્ય રાશિઓનું પણ ભાગ્ય ચમકાવી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે....

મિથુન રાશિ

3/6
image

મિથુન રાશિ: વૃષભ રાશિમાંથી બુધ, શુક્ર અને સૂર્યની ચાલ મિથુન રાશિ તરફ વધશે. આ 3 મોટા ગ્રહ ગોચરથી આ રાશિના લોકોને કામકાજથી લઈને પ્રેમ સંલગ્ન મામલાઓમાં સફળતા મળશે. નોકરીમાં પ્રમોશન, વેપારમાં વૃદ્ધિ અને પાર્ટનર સાથે  પ્રેમમાં વધારો થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે તમારો સમય સારો પસાર થશે. 

તુલા રાશિ

4/6
image

તુલા રાશિના લોકો માટે બુધ, શુક્ર અને સૂર્યની યુતિ લાભકારી રહેશે. ત્રિગ્રહી યોગથી તમે આર્થિક રીતે મજબૂત  થશો. ખર્ચામાં વધારો થઈ શકે છે. પરંતુ આવકના નવા સ્ત્રોત પણ ઊભા થશે. ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. ધાર્મિક પ્રવાસ કરી શકો છો. પાર્ટનર સાથે તમારો સમય રોમેન્ટિક પસાર થશે. 

કન્યા રાશિ

5/6
image

કન્યા રાશિની લવ લાઈફ સારી રહેશે. તમે દરેક કામમાં સારું મહેસૂસ કરશો. ધાર્મિક મામલાઓમાં તમારો રસ વધશે. મુસાફરી કરવાનો યોગ છે. કામકાજમાં સફળતા મળી શકે છે. બાળકો સાથે સારો સમય પસાર થશે. જલદી ખુશખબર સાંભળવા મળી શકે છે. 

Disclaimer

6/6
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.