આ છે અમદાવાદની એક માત્ર Pet Friendly રેસ્ટોરન્ટ, કંઇક આવી છે સુવિધા અને વિશેષતા

તમારા મનગમતા પાળેલા કૂતરાને ઘરે છોડીને બહાર જમવા જવાનુ કે પછી ચા, કોફી માટે જવાનુ તમને પસંદ નહી પડે. કૂતરાના માલિકો માટે આવો નિર્ણય લેવાનુ પણ મુશ્કેલ બની રહેતુ હોય છે. આ મુંઝવણ એટલા માટે હોય છે કે, શહેરમાં કોઈ પેટ ફ્રેન્ડલી રેસ્ટોરન્ટ/કાફે નથી. પણ હવે શહેરના વસ્ત્રાપુરમાં આ પ્રકાની એક કાફે બેકીંગ એડીશન શરૂ કરવામાં આવી છે. 

તમારા મનગમતા પાળેલા કૂતરાને ઘરે છોડીને બહાર જમવા જવાનુ કે પછી ચા, કોફી માટે જવાનુ તમને પસંદ નહી પડે. કૂતરાના માલિકો માટે આવો નિર્ણય લેવાનુ પણ મુશ્કેલ બની રહેતુ હોય છે. આ મુંઝવણ એટલા માટે હોય છે કે, શહેરમાં કોઈ પેટ ફ્રેન્ડલી રેસ્ટોરન્ટ/કાફે નથી.  
 

વિવિધ જાતિના Pets માણસે મિજબાની

1/5
image

પ્રથમ દિવસે તમે અહીં વિવિધ ઓલાદના કૂતરા જોવા મળશે તેવી અપેક્ષા છે. આ ખાસ પ્રસંગે વર્તુણુંકશાસ્ત્રીઓ કૂતરાના આજ્ઞાપાલન તથા ખાસ પ્રસંગે તેમને અપાતી સૂચનાઓ અંગે અંગે ઘણી વાતો કરશે.

અદભૂત કોન્સેપ્ટ સાથે બેસ્ટ બેકિંગ એડીશન

2/5
image

તમે તમારા વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને અન્ય સાથી પેટ ઓનર્સ સાથે સમય ગાળી શકશો અને ગરમા ગરમ કોફી પીતી વખતે તમારા કૂતરા અંગે ગમતી કે નહી ગમતી વાતો કરી શકશો. આજથી ડોગ ઓનર્સ પેજ વનની બેકીંગ એડીશનમાં સમય ગાળવા આવી શકશે. 

તમારા Petને ગમતુ ભોજન મળશે

3/5
image

અહીની ઈન-હાઉસ કૂલીનરી ટીમ મારફતે તૈયાર થતુ અને તમારા પ્રિય સાથીદારને મોંમાં સ્વાદ રહી જાય તેવુ પીરસવામાં આવતું ભોજન આ કન્સેપ્ટ કાફેની અનોખી બાબત છે. અહીં સ્વાદિષ્ટ વેનિલા આઈસક્રીમથી માંડીને શેકેલાં સ્વાદિષ્ટ બિસ્કીટ છે. કેરટ અને મધ વડે તૈયાર કરેલી હોલ વ્હીટ કપ કેક તથા દરેક કૂતરાને ગમી જાય તેવુ ભોજન ઉપલબ્ધ છે.    

પાલતુ પ્રાણીઓ માટે પૂરતી ખુલ્લી જગ્યા

4/5
image

શહેરના મધ્ય ભાગમાં આવેલી આ હોટેલ શાંત વાતાવરણ ધરાવે છે. અને તમને શહેરની ધમાલથી અળગા રાખે છે. તમારા પાલતુ પ્રાણીઓ માટે પૂરતી ખુલ્લી જગા અને સલામતીની જોગવાઈઓ ધરાવતુ આ કાફે પાલતુ પ્રાણીઓ માટે બોલ્સ અને બેન્સથી રમવા માટે તથા ત્યાં મુકેલા વૉટર બાઉલ્સથી તરસ છીપવવાની સગવડ પૂરી પાડી રહ્યું છે. 

અહિં વફાદાર મિત્ર માટે દરવાજા ખુલ્લા

5/5
image

અમદાવાદીઓ માટે હવે આ સ્થિતિ સુધરીને બહેતર બની રહી છે. પેજ વન રેસ્ટોરન્ટ એન્ડ કાફે એન્ડ હોટેલ્સ બેંકવેટસની સેમી ઓપન એર કાફે બેકીંગ એડીશન તમારા વફાદાર મિત્ર માટે દરવાજા ખુલ્લા મૂકી રહી છે. હવે કુતરાઓ પણ તેમના માલિક સાથે આ જગ્યાએ જમવા માટે આવી શકશે.