અપનાવો આ ઉપાય: તમારી રાત બની જશે વધુ રંગીન

આજે તમને જણાવીશું સેક્સ પાવર વધારવા માટેના ઘરેલું નુસખા કે જે તમારા ઘરમાં જ છુપાયેલા છે. જેના માટે તમારે ડાયટમાં કેટલાક ફેરફાર કરવાના રહેશે.

એક ઉંમર બાદ સેક્સ પાવર ઘટવાની શરૂઆત થાય છે. જોકે ઘણી વખત સમય કરતા વહેલા પણ વ્યક્તિ તેનો ભોગ બને છે. તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ થાય છે. ગંભીર બાબત એ પણ છે કે ઘણા લોકો આ સમસ્યાને કોઈની સાથે શેયર પણ નથી કરતા. જેના કારણે સમસ્યા વધુ ગંભીર બને છે. પરંતુ અમે આજે તમને જણાવીશું સેક્સ પાવર વધારવા માટેના ઘરેલું નુસખા કે જે તમારા ઘરમાં જ છુપાયેલા છે. જેના માટે તમારે ડાયટમાં કેટલાક ફેરફાર કરવાના રહેશે.

આદુ

1/9
image

આદુને એક ઐષધિ તરીકે ગણવામાં આવે છે. તેનું સેવન કેટલીય બિમારીઓમાં ફાયદા કારણ છે. સેક્સ પાવર વધારવા માટે આદુ મદદરૂપ થાય છે. આદુ ખાવાથી આપણા શરીરમાં તાપમાન વધે છે. લાંબા સમય સુધી ઉર્જા જળવાય રહે છે. સંભોગ સમય વધારવા માટે બેડ પર જતા પહેલા એક કપ આદુ વાળી ચા જરૂર પીવી.

મકાઈ

2/9
image

સેક્સ લાઈફને સુપર ડુપર હીટ બનાવવી હોય તો મકાઈનું સેવન કરવું જોઈએ. તેમાં વિટામીન વધારે પ્રમાણમાં હોવાથી શરીરની ઊર્જાનું સ્તર વધે છે. જેનાથી ઉત્તેજનામાં વધારો થાય છે.

લસણ

3/9
image

લસણ તમને દરેક રસોઈમાં જોવા મળશે. લસણ પુરૂષોમાં યૌન અંગોમાં રક્ત પ્રવાહને વધારે છે. તમારા ભોજનમાં લસણનો ઉપયોગ વધુ કરવો. લસણ પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે.

કોળું

4/9
image

કોળું ખાવાથી યૌન ક્ષમતામાં વધારો થાય છે. કોળું જમતી વખતે પણ ખાઈ શકો છો ઉપરાંત અન્ય ફળની જેમ પણ તેનું સેવન કરી શકો છો.

જાબું

5/9
image

મહિલા અને પુરૂષમાં પ્રજનન ક્ષમતા વધારવા માટે જાંબુ સારા ગણવામાં આવે છે. જાબું પુરૂષોની સેક્સુઅલ ડ્રાઈવમાં સુધારો લાવવામાં મદદરૂપ છે. જાબુંમાં ફાઈટોકેમિક્લ્સ નામનો પદાર્થ હોય છે. જે મૂડ બનાવવા માટે મદદરૂપ હોય છે.

ઈંડા

6/9
image

ઈંડામાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. તે ખાવાથી સેક્સ પાવર વધારવામાં મદદરૂપ થાય છે અને યૌન પ્રદર્શન પણ વધારે છે.

સુકા મેવા

7/9
image

સુકા મેવા ખાવાથી પણ યૌન ક્ષમતા વધે છે તેમાં પણ અખરોટ સૌથી વધારે લાભકારક સાબિત થાય છે..અખરોટ ખાવથી સ્પર્મની થીકનેશ જાડી થાય છે. નિમયિત રીતે નિયત માત્રામાં તેનું સેવન કરવાથી શરીરમાં ઊર્જા અને સ્ફુર્તિ જળવાઈ રહે છે.

ચોકલેટ

8/9
image

જો તમારે મૂડ ફ્રેશ કરવો હોય તો ચોકલેટ તમને મદદ કરશે. ચોકલેટ ખાવાથી પ્રેમ અને ઉત્સાહ જાળવી રાખવામાં મદદ કરે છે. ચોકેલેટમાં કોકો નામનું એવું રસાયણિક પદાર્થ આવે છે જે માનવીની અંદર લવ ઇમોશન વધારે ઉત્પન કરે છે. તમારા પાર્ટનર સાથે મળીને ચોકલેટ જરૂર ખાવ.

કેળા

9/9
image

કેળામાં વિટામીન બી વધારે પ્રમાણમાં હોય છે. કેળા નિયમિત ખાવાથી યૌન ક્ષમતા વધે છે.