MX Playerની સાથે OTT પ્લેટફોર્મ પર આ બોલ્ડ વેબ સીરિઝે બૂમ પડાવી, જોવી હોય તો એકલામાં જોજો

આજે અમે તમને એવી ટોપ-5 બોલ્ડ વેબ સિરીઝ વિશે જણાવીશું જેને જોતા પહેલાં તમારે પ્રાઈવેસીનું ખાસ ધ્યાન રાખવું પડશે. ઈન્ટરનેટ પર વર્તમાન સમયમાં ઘણા ઓટીટી પ્લેટફોર્મ છે. જ્યાં એકથી એક ચઢીયાતી વેબ સિરીઝ ધમાલ મચાવે છે. ઘરે બેઠા ચીલ કરનારા લોકોમાં વેબ સિરીઝનું ખાસ ચલણ છે. ઘણા લોકો બોલ્ડ વેબ સિરીઝની ખાસ રાહ જોતા હોય છે. ત્યારે આજે અમે તમને એવી ટોપ-5 બોલ્ડ વેબ સિરીઝ વિશે જણાવીશું જેને જોતાં પહેલાં તમારે પ્રાઈવેસીનું ખાસ ધ્યાન રાખવું પડશે. એમએક્સ પ્લેયર પર આશ્રમ-3 રિલીઝ થયા બાદ લોકોમાં હોટ વેબ સિરીઝનો ક્રેઝ વધી ગયો છે.

Virgin River S4

1/5
image

વર્ષની સૌથી વધારે ચર્ચિત વેબ સિરીઝ વર્જિન રિવર એસ4 2022ના છેલ્લા ત્રણ મહિનામાં પોતાની નવી સિઝન સાથે સ્ક્રિન પર આવવા માટે તૈયાર છે. આ શો રોમાંસ, સસ્પેન્સથી ભરપૂર છે. અને બીજી સિઝનમાં બતાવેલા સીન્સને લોકોએ ખૂબ જ પસંદ કર્યા હતા. 

મિર્ઝાપુર-3

2/5
image

એમેઝોન પ્રાઈમ વીડિયોની પોપ્યૂલર વેબ સિરીઝ મિર્ઝાપુર લગભગ મોટાભાગના લોકોએ જોયેલી હશે. વેબ સિરીઝની પહેલી અને બીજી સિઝનને લોકોએ ખૂબ જ પસદ કરી છે. આ વેબ સિરીઝમાં બતાવેલા ઈન્ટીમેન્ટ સીન્સે તો તમામ હદ વટાવી દીધી છે. ફેન્સને હવે મિર્ઝાપુર-3ની રાહ છે. જાણકારી મળી છે કે, આવનારી સિઝનમાં ભરી ભરીને બોલ્ડ સીન આપવામાં આવ્યા છે. 

હ્યુમન

3/5
image

ડિઝ્ની પ્લસ હૉટસ્ટારની સ્પેશિયલ સિરીઝ હ્યુમનમાં ઈન્ડિયામાં માનવ ડ્રગ ટ્રાયલના ડાર્ક વર્લ્ડને બતાવવામાં આવ્યું છે. સસ્પેન્સ થ્રિલર, હ્યુમન, દવાઓની દુનિયા અને હત્યા, રહસ્ય, વાસના અને હેરફેરની સાથે આ વેબ સિરીઝ ખૂબ જ મનોરંજન આપનારી છે.

ફ સે ફૈન્ટેસી

4/5
image

વૂટ એપની ચર્ચિત વેબ સિરીઝ ફૈન્ટસી વિશે તો તમે સાંભળ્યું જ હશે. વર્ષ 2019માં રિલીઝ થયેલી ફ સે ફૈન્ટસી વેબ સિરીઝ ખૂબ જ ચર્ચા રહી હતી. કુલ 9 એપિસોડ સાથે આ વેબ સિરીઝમાં ઘણા બોલ્ડ સીન્સ બતાવવામાં આવ્યા છે. દરેક એપિસોડમાં અલગ કહાનીની સાથે અલગ કેરેક્ટર્સ પોતાની એક્ટિંગથી દિલ જીતી લે છે.

ધ ફેમિલી મેન-3

5/5
image

એમેઝોન પ્રાઈમ વીડિયો અનુસાર ફેમિલી મેન સિઝન-3 પર મેકર્સે કામ શરૂ કરી દીધું છે. ધ ફેમિલી મેન સિઝન-3ની રિલીઝ માટે કોઈ ખાસ તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ આ વેબ સિરીઝ પણ વર્ષના અંતમાં નવેમ્બર 2022 સુધી રિલીઝ થઈ શકે છે.