ઇન્ટરનેટ પર છવાઈ અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ, આ ફિલ્મમાં કરશે ડેબ્યૂ, જુઓ Pics...

તાજેતરમાં બોલીવુડમાં એન્ટ્રીને લઇને પણ જોર્જિયાનું નામ ઘણૂ ચર્ચાઓમાં છે

નવી દિલ્હી: ફિલ્મ નિર્માતા તેમજ એક્ટર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં છવાયેલી છે. જોર્જિયા ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની લેટેસ્ટ તસવીરો પણ અહીં શેર કરવામાં તે થોડો પણ વિલંબ કરતી નથી. આ ક્રમમાં તેણે તાજેતરમાં તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી હતી. જે જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. આ તસવીરોમાં જોર્જિયા ગોલ્ડન કલરના સ્વિમિંગ શૂટમાં જોવા મળી રહી છે. તમને જણાવી દઇએ કે, જોર્જીયા તાજેતરમાં અન્ય એક વાતને લઇને ઘણી ચર્ચામાં છે. તો આગળની સ્લાઇડ્સમાં જાણો કેમ ચર્ચામાં છે જોર્જિયા...

આ કારણે પણ છે ચર્ચામાં

1/5
image

તાજેતરમાં બોલીડવુમાં એન્ટ્રીને લઇને જોર્જિયાનું નામ ઘણું ચર્ચામાં છે.

‘દબંગ-3’નો ભાગ નથી

2/5
image

કેટલાક લોકો આ વાતની આશા રાખીને બેઠા હતા કે, જોર્જિયા એન્ડ્રિયાની ફિલ્મ ‘દબંગ-3’થી ડેબ્યૂ કરવાની છે. પરંતુ જોર્જિયાનું કહેવું છે કે, તે આ ફિલ્મમાં કામ કરી રહી નથી અને ના કોઇ સ્પેશિયલ સોન્ગ પર પરફોર્મ કરશે.

શું કહેવું છે જોર્જિયાનું

3/5
image

જોર્જિયાએ ન્યુઝ એજન્સી આઇએએનએસને જણાવ્યું હતું કે, આ બધી અટકળો છે. જો કે, મને આ બ્રાન્ડથી પ્રેમ છે અને હું અરબાસ અને સલમાન (ખાન)ની રચનાત્મકતાની ઘાયલ છું. પરંતુ હું ‘દબંગ-3’માં ના એક્ટિંગ કરી રહી છું અને ના કોઇ પરફોર્મ કરી રહી છું. ભવિષ્ય વિશે કોણ જાણે છે.

તમિલ વેબ સીરીઝથી લોન્ચ થવાના સમાચાર

4/5
image

જોર્જિયાએ વધુમા કહ્યું કે, હું ફિલ્મના નિર્માણના દરેક ક્ષણનો આનંદ ઉઠાવી રહી છું અને ડિસેમ્બરમાં ‘દબંગ-3’ના રીલીઝ થવાની રહા જોઇ રહી છું. પહેલા સમાચાર હતા કે, બોલીવુડની કોઇ મોટી ફિલ્મની જગ્યાએ આ ઇટાલિયન મોડલે પોતાને લોન્ચ કરવા માટે તમિલ વેબ સીરીઝ ‘કેરોલાઇન કામાક્ષી’ને પસંદ કરી, પરંતુ હવે અન્ય એક વાત સામે આવી છે.

આ ફિલ્મથી કરવાની છે બોલીવુડમાં એન્ટ્રી

5/5
image

તમને જણાવી દઇએ કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર જોર્જિયા તેનું બોલીવુડ ડેબ્યૂ સ્વ. એક્ટ્રેસ શ્રીદેવીના જીવન પર બની રહેલી ફિલ્મ ‘શ્રીદેવી બંગલો’થી કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં પ્રિયા પ્રકાશ વારિયર લીડ એક્ટ્રેસની ભૂમિકા નિભાવવાની છે. (ફોટો સાભાર: તમામ તસવીરો જોર્જિયા એન્ડ્રિયાનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)