ફિલ્મી પડદા પર પિતા અને પુત્ર બંન્ને સાથે રોમાન્સ કરી ચુકી છે બોલીવુડની આ 5 અભિનેત્રી

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા અભિનેતા છે જેમણે ફિલ્મોમાં પોતાની ઉંમરની અભિનેત્રી રાથે રોમાન્સ કર્યો હોય, સાથે ફિલ્મી પડા પર તેમની પુત્રીઓની સાથે પણ તેમની રોમેન્ટિક જોડી જોવા મળી હોય.
 

નવી દિલ્હીઃ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા અભિનેતા છે જેમણે ફિલ્મોમાં પોતાની ઉંમરની અભિનેત્રી રાથે રોમાન્સ કર્યો હોય, સાથે ફિલ્મી પડા પર તેમની પુત્રીઓની સાથે પણ તેમની રોમેન્ટિક જોડી જોવા મળી હોય. તો કેટલિક બોલીવુડ અભિનેત્રી એવી છે જેણે હીરો તો હીરો તેમના પુત્રની સાથે પણ ફિલ્મોમાં રોમાન્સ કર્યો. પોતાથી અડધી ઉંમરના હીરોની સાથે ઘણી અભિનેત્રીઓની ફિલ્મોમાં રોમેન્ટિક જોડી જોવા મળી ચુકી છે. 

શ્રીદેવી

1/5
image

ધર્મેન્દ્ર અને સની દેઓલ સાથે બની જોડી

શ્રીદેવીએ બોલીવુડના ઘણા અભિનેતાઓ સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. એક જમાનામાં  શ્રીદેવીની ફિલ્મોની ખુબ ડિમાન્ડ રહેતી હતી. શ્રીદેવી ફિલ્મોમાં ધર્મેન્દ્રની સાથે રોમાન્સ કરી ચુક્યા છે. સની દેઓલની સાથે પણ ફિલ્મી પડદા પર તેમની રોમેન્ટિક જોડી જોવા મળી ચુકી છે. શ્રીદેવીએ ધર્મેન્દ્રની સાથે ફિલ્મ નાકાબંધી અને સેની દેઓલની સાથે ચાલબાજ, નિગાહેં, રામ અવતાર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 

અમૃતા સિંહ

2/5
image

અમૃતા સિંહે ધર્મેન્દ્ર સિવાય સની દેઓલ સાથે કરી ફિલ્મ

અમૃતા સિંહ બોલીવુડની ડિમાન્ડિંગ અભિનેત્રીમાંથી એક રહી છે. અમૃતાએ દરેક ઉંમરના અભિનેતા સાથે ફિલ્મી પડદે રોમાન્સ કર્યો સાથે  પોતાનાથી નાની ઉંમરના હીરો સાથે પણ જોડી બનાવી. ધર્મેન્દ્ર સાથે અમૃતા સિંહે સચ્ચાઈ કી તાકત અને સની દેઓલ સાથે ફિલ્મ બેતાબ કરી હતી. 

ડિમ્પલ કાપડિયા

3/5
image

વિનોદ ખન્ના અને અક્ષય ખન્ના સાથે બની જોડી

ડિમ્પલ કાપડિયા આજે પણ બોલીવુડની ફિલ્મોમાં એક્ટિવ છે. ડિમ્પલ કાપડિયાની જોડી વિનોદ ખન્ના અને તેમના પુત્ર અક્ષયની સાથે બની ચુકી છે. આ સિવાય ધર્મેન્દ્ર અને સની દેઓલ સાથે પણ તેણે ફિલ્મોમાં રોમાન્સ કર્યો છે. ધર્મેન્દ્રની સાથે ડિમ્પલે બટવારા અને શહજાદેમાં કામ કર્યું તો સની દેઓલ સાથે આગ કા ગોલા, અર્જુન અને ગુનાહ જેવી ફિલ્મો કરી છે. 

 

હેમા માલિની

4/5
image

રાજ કપૂર અને રણધીર કપૂર સંગ ફિલ્મી પડદા પર કર્યો રોમાન્સઃ હેમા માલિની રાજકપૂર સાથે ફિલ્મ 'સપનોં કા સૌદાગર'માં જોવા મળ્યા હતા. આ સિવયા રાજકપૂરના પુત્ર રણધીર કપૂરની સાથે હેમા માલિનીએ હાથ કી સફાઈ ફિલ્મમાં કામ કર્યુ. ઋષિ કપૂર સાથે પણ હેમા માલિનીએ એક ચાદર મૈલી સીમાં કામ કર્યું હતું. 

માધુરી દીક્ષિત

5/5
image

વિનોદ ખન્ના અને અક્ષય ખન્ના સાથે ફિલ્મી પડદા પર કર્યો રોમાન્સઃ ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત નાનાથી લઈને મોટા પડદા પર આજે પણ એક્ટિવ છે. માધુરી ફિલ્મ 'દયાવાન'માં વિનોદ ખન્ના સાથે જોવા મળી હતી, આ ફિલ્મમાં માધુરીનો વિનોદ ખન્ના સાથે બોલ્ડ સીન જોવા મળ્યો હતો. તો વિનોદ ખન્નાના પુત્ર અક્ષય ખન્નાની સાથે માધુરી 'મોહબ્બત' ફિલ્મમાં રોમાન્સ કરી ચુકી છે.